ભોપાલઃ મધ્ય પ્રદેશના પરવલિયા વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નના 10 દિવસ બાદ જ એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. ઘટનાથી પરેશાન થયેલા સાસરી પક્ષે ઘટના પર પરણિતા પાસેથી જવાબ માગ્યો તો ખબર પડી કે, ગામનો જ એક વ્યક્તિ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો.
પોલીસે નોંધ્યો કેસ
- પીડિતાએ રેપના 10 મહિના બાદ આરોપી વિરુદ્ધ પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી છે.
- પરવલિયા પોલીસ અનુસાર, 20 વર્ષીય એક મહિલાના 9 જુલાઈનો લગ્ન થયા હતા. લગ્નના 10 દિવસ બાદ જ તેને પેટમાં દુખાવો ઉપડ્યો અને તેણે બાળકને જન્મ આપ્યો.
- પરેશાન સાસરીવાળાઓએ તેના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી.
- પીડિતાએ ગામમાં રહેતા 21 વર્ષીય કાશીરામ પર ગત વર્ષે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધવાની વાત કરી હતી.
- તે પછી તેણે ઘણીવાર મારી નાખવાની અને બદનામ કરવાની ધમકી આપી તેનું શોષણ કરતો.
- પીડિતાએ આ સાથે જણાવ્યું કે, સગાઈ બાદ પતિ પણ તેને મળવા આવતા અને તેમની સાથે પણ તેના શારીરિક સંબંધો રહ્યાં હતા.
- પોલીસે બાળકનો અસલી પિતા કોણ છે તે વાત જાણવા આરોપી અને મહિલાના પતિનો ડીએનએ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.