તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગટરમાં બોલને કાઢવા ગયેલા બાળકોએ જોયું કઈક એવું, બોલાવી પોલીસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાનપુર: જિલ્લાના કલ્ણાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે ગટરમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે નવજાત બાળકનો મૃતદેહ કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં નજીકમાં રમી રહેલા બાળકોનો બોલ ગટરમાં જતો રહ્યો હતો. તે બોલ કાઢતી વખતે બાળકોએ આ નવજાત બાળકનો મૃતદેહ ગટરમાં જોયો હતો.

 

જાણો શું છે સમગ્ર ઘટના


- આ ઘટના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના શારદાનગર વિસ્તારની છે. માનવામાં આવે છે કે, અહીં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા તે દરમિયાન તેમનો બોલ ગટરમાં જતો રહ્યો હતો. બાળકો જ્યારે ગટરમાંથી બોલ કાઢવા ગયા ત્યારે તેમને એક બાળકનો પગ જોવા મળ્યો હતો. તેમણે આ વિશેની માહિતી તેમના પેરેન્ટ્સ અને સ્થાનિક લોકોને આપી હતી.
- સ્થાનિક લોકોએ આ વિશેની માહિતી પોલીસને આપી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે નવજાત બાળકનો મૃતદેહ ગટરમાંથી બહાર કાઢ્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. 
- સ્થાનિક નેહા શુક્લાએ જણાવ્યું કે, ગટરમાં નવજાતનો મતૃદેહ હોવાની માહિતી બાળકોએ આપી હતી. પહેલી નજરે આ ભ્રૃણ હોય તેવુ લાગતું હતું. કોઈએ તેને અહીં ફેંકી દીધું હતું.
- ચાઈલ્ડ લાઈનનાકો-ઓર્ડિનેટર વિનય ઓઝાએ જણાવ્યું કે, અમે અમારા હેલ્પ લાઈન નંબરથી એવો મેસેજ ફેલાવી રહ્યા છીએ કે, ગર્ભમાં નવજાતની હત્યા ન કરવી. અમને જો કોઈ નવજાત બાળક મળે છે તો અમે તેની દેખરેખ પણ કરીએ છીએ. તે સાથે જ આજના સમયમાં ઘણાં લોકો નવજાત બાળકોને દત્તક પણ લેતા હોય છે. તેનાથી તેમનું ભવિષ્ય પણ સુધરી જતુ હોય છે. આ દિશામાં વધારે કડક નિયમો બનાવવાની જરૂર છે.

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

અન્ય સમાચારો પણ છે...