તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#JNUમાં દેશ વિરોધી પોસ્ટર્સ: ભારતને ગણાવી જેલ, ફરી કરી આઝાદ કાશ્મીરની માગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જેએનયુમાં ફરી વિવાદાસ્પદ પોસ્ટર, દેશ ને જેલ ગણાવ્યો
- ‘મારી પેન્ટ, ટી-શર્ટ બધું ફાટી ગયું, પોલીસે હુમલો કરનારાઓને જવા દીધા : કન્હૈયા

નવી દિલ્હી: વિવાદનો પર્યાય બની ગયેલી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયૂ)માં ફરીવાર વિવાદ પેદા થયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં શનિવારે સવારે ફરીવાર વિવાદાસ્પદ પોસ્ટરો જોવા મળ્યા હતા. તેમાં ભારતને અલગ-અલગ જાતીય ઓળખ વાળા જૂથોની જેલ ગણાવાયો છે. કાશ્મીરને આઝાદ કરવાની માગ પણ જોવા મળી હતી.
ગોદાવરી હોસ્ટેલમાં લાગેલા આ પાસ્ટરોને 12 માર્ચ સુધી નહીં હટાવવાની અપીલ પણ કરવામાં આવી છે. જોકે, આ પોસ્ટરો પર કોઇ સંગઠન નું નામ નથી. પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી છે. જેએનયૂના ચાર વિદ્યાર્થીઓ ઉપરાંત કેમ્પસની બહાર બેર સરાય વિસ્તારમાં એક ફોટો સ્ટેટ દુકાનના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી છે.

દરમિયાન જેએનયૂમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરવાના આરોપી વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયા કુમાર નો એક નવો વીડિયો સામે આવ્યો છે. તેમાં તેણે જણાવ્યુ હતું કે 17 ફેબ્રુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટમાં હાજરી દરમિયાન કેટલાક વકીલોએ તેની પર હુમલો કર્યો હતો. પણ પોલીસે તેમને નહોતા પકડ્યા, પરંતુ જવા દિધા હતા.
સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર છ વકીલોની ટીમ પાયાની વાસ્તકવિકતા જાણવા માટે પટિયાલા હાઉસ કોર્ટ ગઇ હતી. તેમાં કપિલ સિબ્બલ, રાજીવ ધવન, દુષ્યંત દવે, એડીએન રાવ, અજીત કુમાર સિન્હા અને હરેન રાવલ સામેલ હતા. રાવલે જ કન્હૈયા ના નિવેદનનો વીડિયો બનાવ્યો હતો. વીડિયો માં વકીલોથી ઘેરાયેલો કન્હૈયા કહી રહ્યો હતો કે,‘ જ્યારે પોલીસ મને લઇને આવી ત્યારે સૌ પહેલા ગેટ પર મીડિયા ના લોકોએ મને ઘેરી લીધો હતો. પોલીસ મને બચાવીને ગેટની અંદર લાવી તો ટોળાંએ ઘેરી લીધો. તેમણે વકીલોના કપડા પહેર્યા હતા. એમ લાગતું હતું જાણે તેઓ તૈયારી કરીને બેઠા હતા કે એટેક કરશે.

ધક્કો મારીને મને અંદર કરવામાં આવ્યો ત્યારે મારી પેન્ટ ખુલી ગઇ હતી. મારી ટી-શર્ટ,મારી ચંપલ પણ નીકળી ગઇ હતી. મારી સાથે ગયેલા પોલીસકર્મીઓએ મને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમને પણ માર મારવામાં આવ્યો હતો. કોર્ટમાં ઘુસ્યા બાદ મે મારી સાથે ગયેલા જેએનયૂના પ્રોફેસર અને પોલીસને પણ કહ્યું હતું કે તે પેલી વ્યક્તિ મને મારી રહી હતી. ત્યારે પોલીસે તેની પાસે આઈડી માગ્યું હતું પણ તેણે પોલીસ પાસે જ આઈડી માગી લીધું હતું. પછી પોલીસે તેને જવા દીધો હતો.’

જ્યારે હુમલો થયો ત્યારે શું પોલીસ સુઇ રહી હતી: વકીલ

કન્હૈયાએ વકીલોની ટીમને ઘટનાક્રમની જાણકારી કોર્ટ રૂમની અંદર આપી હતી. ત્યારે સિબ્બલે ડીસીપી જતિન નરવાલને બોલાવ્યા હતા અને તેમને સવાલ કર્યો હતો કે-‘તમે કોર્ટમાં હુમલો કઇ રીતે થવાં દીધો તમારા લોકો ક્યાં હતા, શુ તેઓ સુઇ રહ્યા હતાω હુમલાખોરોને અંદર આવવા જ કઇ રીતે દીધાω ત્યારે નરવાલે કહ્યું હતું કે તેઓ એસ્કોર્ટ પાર્ટી સાથે આવ્યા હતા અને કોર્ટ રૂમની નજીકના ઓરડાની અંદર જતા રહ્યા હતા. અન્ય પોલીસકર્મીઓએ જણાવ્યુ હતું કે તેઓ હુમલાખોર કન્હૈયાનો વકીલ હોવાનો દાવો કરી રહ્યા હતા.

આશુતોષે સરેન્ડર કર્યું, ઉમર-અનિર્બાનના રિમાન્ડ વધ્યા

જેએનયૂમાં નવ ફેબ્રુઆરીએ જે કાર્યક્રમમાં દેશવિરોધી સૂત્રો પોકારાયા હતા, તેના એક અન્ય આયોજક આશુતોષ કુમારે શનિવારે આત્મસમર્પણ કરી દીધુ હતું. જ્યારે એક સ્થાનીક કોર્ટે બે અન્ય વિદ્યાર્થી ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યના રિમાન્ડની મુદ્દત બે દિવસ વધારી દીધી છે. પોલીસ આશુતોષ સાથે બેસાડીને ઉમર અને અનિર્બાનની પૂછપરછ કરવા માગે છે. દિલ્હી પોલીસને હાલ આ કેસમાં રામા નાગા અને અનંત પ્રકાશ નારાયણની શોધ છે. જે કથિત રીતે જેએનયૂ કેમ્પસમાં જ છે.

જેએનયૂ મામલાની તપાસ સ્પેશિયલ સેલ જ કરશે

જેએનયૂ મામલાની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરશે. આ સેલ આતંકવાદ સાથે સંબંધિત મામલાઓની તપાસ કરશે. દિલ્હીના પોલીસ કમિશ્નર બીએસ બસ્સીએ કહ્યું હતું કે અમારૂ કામ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું છે. આ મામલાને કારણે અન્ય મામલાઓને ઉકેલવામાં તકલીફ થઇ રહી છે. સામાન્ય રીતે આવા મામલાઓને પોલી નથી જોતી. કમલ 124-એ (દેશદ્રોહ) હેઠળ જે ગુનો થયો છે, તે ગંભીર પ્રકૃતિનો છે. તેમની તપાસ સ્પેશિયલ સેલ જ કરે છે.
12 માર્ચ સુધી હટાવવામાં નહીં આવે પોસ્ટર્સ
- પોસ્ટર્સ નીચે એક લાઈન હાથથી લખવામાં આવી છે. તેમાં અપીલ કરવામાં આવી છે કે આ પોસ્ટર્સ 12 માર્ચ સુધી હટાવવા નહીં.
- હૈદરાબાદ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થી રોહિત વેમુલાનો મુદ્દો પણ આ પોસ્ટર્સમાં રજૂ કરવામાં આવ્યો છે.
- આશ્ચર્યની વાત એ છે કે તેમાં ભારતની સ્વતંત્રતાનો દિવસ 15 ઓગસ્ટ 1947ને પણ કથિત આઝાદી કહેવામાં આવ્યો છે.
- સરકારના 'મેક ઈન ઈન્ડિયા' જેવા ઘણાં કાર્યક્રમોની પણ મજાક ઉડાવવામાં આવી છે.
- તેમાં લખવામાં આવ્યું છે કે, કન્હૈયા અને રોહિત બ્રાહ્મણોનો શિકાર બને છે. આ બંને લોકોને એન્ટી નેશનલ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. (વકીલનું સ્ટિંગ ઓપરેશન)
દિલ્હી પોલીસે શું લીધા પગલાં?

- મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે દિલ્હી પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને એક ફોટોકોપી દુકાનના માલીક અને જેએનયુના ચાર વિદ્યાર્થીઓની પૂછપરછ કરી છે.
- જોકે આ વિશે હજુ પોલીસ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
શું છે વિવાદ?
- 9 ફેબ્રુઆરીએ જેએનયુમાં કલ્ચર ઈવનિંગના નામે થયેલા કાર્યક્રમમાં દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી હતી.
- ઈવેન્ટમાં સામેલ લોકોએ અફઝલ ગુરુ અને કાશ્મીર આઝાદના સમર્થનમાં નારેબાજી કરી હતી.
- એક દિવસ પછી વીડિયો સામે આવ્યો હતો અને ત્યારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
- સ્ટુડન્ટ યુનિયન લીડર કન્હૈયાની ધરપકડ કરવામાં આવી છે.
- જ્યારે ખાલીદ અને અનિર્બાને સરન્ડર કરી દીધું છે.
- ખાલિદ- અનિર્બાન પોલીસ રિમાન્ડ પર છે, કન્હૈયા તિહાડ જેલમાં છે.
આગળની સ્લાઈડમાં જુઓ જેએનયુ કોલેજમાં લાગેલા ભારત વિરોધી પોસ્ટર્સની તસવીર