વિશ્વની સૌથી વજનદાર મહિલા સર્જરી બાદ આવી દેખાય છે, જુઓ તસવીરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ વિશ્વની સૌથી વજનદાર મહિલા ઈમાન અહેમદની મુંબઈની સૈફી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. ગયા મહિને જ તેને ઈજીપ્તથી મુંબઈ લાવવામાં આવી હતી. આ સમયે ઈમાનનું વજન 500 કિલો હતું. હવે તેનું વજન 380 કિલોએ પહોંચી ગયું છે. સૈફી હોસ્પિટલની ટીમ અનુસાર ડોક્ટરોએ વજન ઓછું કરવા લૈપ્રોસ્કોપિક સ્લીવ ગેસ્ટ્રોક્ટોમી સર્જરી કરી હતી. હવે ઈમાનની સારવાર બાદની તસવીરો સામે આવી છે. 
 
આમ ઘટ્યું વજન...

- સૈફી  હોસ્પિટલના એક નિવેદન અનુસાર, 7 માર્ચના રોજ ઈમાનની સર્જરી કરવામાં આવી. આ સર્જરી સફળ રહી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
- સર્જરી બાદથી જ 36 વર્ષીય ઈમાનને લિક્વિડ ફૂડ જ આપવામાં આવી રહ્યું છે.
- મેડિકલ ટીમે આગળની સારવાર માટે કામ શરુ કરી દીધું છે. જેથી ઈમાનને વહેલામાં વહેલી તકે વજન ઘટાડી તેના દેશ પરત મોકલી શકાય.
- ઈમાન પર 16 ડોક્ટરોની ટીમ સતત નજર રાખી રહી છે. આ ટીમ ડોક્ટર મુફજ્જલ લાકડાવાલાના નેતૃત્વમાં કામ કરી રહી છે.
- ડોક્ટરોએ જણાવ્યું કે, ઈમાનના ભારત આવ્યા બાદથી જ તેને ફાઈબર અને પ્રોટીન યુક્ત ડાયેટ આપવામાં આવી રહી હતી. જેથી તેના વજનમાં ઝડપી ઘટાડો આવ્યો હતો.
- ઈમાન વહેલી સવારે 7.30 વાગે ઉઠી જાય છે અને તેને દર 2 કલાકે ડાયેટ ફૂડ આપવામાં આવે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............)
અન્ય સમાચારો પણ છે...