એસસી-એસટી સંબંધિત કેસો માટે નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આ અદાલતોએ એક જ મહિનામાં કેસનો નિકાલ કરવાનો રહેશે

અનુસૂચિત જાતિ(એસસી) અને અનુસૂચિત જનજાતિ(એસટી)નાં હિતનાં રક્ષણ માટે હવે સમગ્ર દેશમાં અનેક ફાસ્ટ-ટ્રેક કોર્ટ રચવાની તૈયારી ચાલી રહી છે. આ અદાલતોએ એક જ મહિનામાં કેસનો નિકાલ કરવાનો રહેશે.

આ કવાયત કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય કરી રહ્યું છે. મંત્રાલયે વર્તમાન એસસી-એસટી(અત્યાચાર વિરોધી) એક્ટ, ૧૯૮૯ કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આવતા મહિના સુધીમાં આ નવા એક્ટને કેબિનેટની મંજુરી મળી જાય તેવી શક્યતા છે. ૧૬ વર્ષ જુના આ એક્ટમાં અનેક ફેરફાર થવાની સંભાવના છે. કોર્ટની રચના અને અન્ય ખર્ચ મંત્રાલય ભોગવશે. દેશના જે રાજ્યો અને જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયેલા હશે ત્યાં સૌપ્રથમ આ કોર્ટ શરૂ કરવામાં આવશે. આ ફાસ્ટ-ટ્રેક કોર્ટ એક મહિનામાં જ ચુકાદોને પ્રાથમિકતા આપશે.

- આ ફેરફાર થઈ રહ્યા છે

-એક્ટ અંતર્ગત તમામ કેસમાં ઓછામાં ઓછા ૧૦ વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા છે.
-કોઈપણ એસસી-એસટી વ્યક્તિને એક્ટ અંતર્ગત કેસ દાખલ કરાવતી વખતે જ્ઞાતિનું પ્રમાણપત્ર બતાવવાની જરૂર નહીં પડે.
-સમુદાયના સભ્યોને જુતાની માળા પહેરાવવી કે કપડાં ઉતારીને રોડ પર ચલાવવા એ પણ ગુનો ગણાશે.
-વંચિત વર્ગના કૃષિ પાકને નુકસાન કરવું તે પણ ગુનો.
-કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ઉમેદવાર બનતા અટકાવવા એ ગુનો બનશે.
-કચડાયેલા વર્ગના લોકોને માથા પર મેલું ઉપાડવા માટે નોકરીમાં રાખવા એ પણ ગુનો બનશે.