મોદીને નેધરલેન્ડ્સના PM પાસેથી ગિફ્ટમાં મળી સાયકલ, માન્યો આભાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી મંગળવારે નેઝરસેન્ડ્સની યાત્રા પર હતા. આ દરમિયાન તેમણે ડચ પીએમ માર્ક રૂટ સાથે મુલાકાત કરી. રૂટે મોદીને એક સાઇકલ ગિફ્ટ કરી. મોદીએ સાઇકલ પર બેસેલો પોતાનો એક ફોટો ટ્વીટર પર શેર કર્યો. તેમણે ટ્વીટ કરીને રૂટને ધન્યવાદ પણ આપ્યા. મોદી હેગમાં રૂટની સાથે દ્વિપક્ષીય વાતચીત પછી ભારતીય કોમ્યુનિટીને પણ મળ્યા હતા.
 
મોદી બુધવારે સવારે દિલ્હી પરત ફર્યા
 
- મોદીએ બુધવારે સાવરે ટ્વીટ કરીને ડચ પીએમને સાઇકલ ગિફ્ટ કરવા માટે તેમનો આભાર માન્યો. તેમણે જે બે ફોટાઓ પોસ્ટ કર્યા છે, તેમાંથી એકમાં તેઓ સાઇકલ ચલાવી રહેલા જોવા મળી રહ્યા છે.
- આ યાત્રામાં મોદીએ નેધરલેન્ડ્સ સાથે વધુ સારા સંબંધો બનાવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ ખૂબ મહત્વની યાત્રા છે અને અને એક મહત્વના મિત્ર સાથે સંબંધ મજબૂત થશે. પીએમ રૂટે ભારતને ઇકોનોમિક પાવર જણાવ્યું હતું.
 
પાસપોર્ટનો રંગ બદલાવાથી લોહીના સંબંધો નથી બદલાતા: મોદી
 
- મોદી હેગમાં ભારતીય કોમ્યુનિટીના એક પ્રોગ્રામમાં સામેલ થયા. આ દરમિયાન તેમણે પોતાની સ્પીચની શરૂઆત ભોજપુરીથી કરી. તેમણે કહ્યું, દુનિયાના જે-જે દેશોમાં ભારતીયોને લઇ જવામાં આવ્યા, ત્યાં 150 વર્ષ વીતી ગયા, પેઢીઓ પસાર થઇ ગઇ પરંતુ ભારતીયોએ પોતાની પરંપરા જાળવી રાખી. આ માટે તેમને અભિનંદન આપું છું.
- તેમણે કહ્યું, દુનિયાના દરેક ખૂણામાં ભારતીય રાષ્ટ્રદૂત છે. પાસપોર્ટનો રંગ બદલાવાથી લોહીના સંબંધો નથી બદલાતા.
- ડચ પીએમની મુલાકાત પછી મોદીએ ક્વીન મેક્ઝિમા અને કિંગ વિલિયમ એલેક્ઝાન્ડર સાથે વિલા એકેનહોર્સ્ટમાં મુલાકાત કરી. મોદી પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડ્સની મુલાકાત કરીને દિલ્હી પરત ફર્યા હતા. 
અન્ય સમાચારો પણ છે...