• Gujarati News
  • Naxal Attack On Zarkhand SP Carcade, 7 Soldiers Incluidng Bodyguard Killed

ઝારખંડઃ પોલીસ કાફલા પર નક્સલી હુમલો, એસપી સહિત સાત જવાન શહીદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાકુડના પોલીસ વડા પર દુમકામાં હુમલો : ૫૦થી ૬૦ નકસલવાદીઓએ ઘેરી લઈને હુમલો કર્યો

છત્તીસગઢ બાદ નકસલવાદીઓ ઝારખંડમાં મોટો હુમલો કર્યો છે. મંગળવારે થયેલી ઘટનામાં પાકુડ જિલ્લાના પોલીસ વડા અરજિત બલિહાર શહીદ થઈ ગયા. આ ઉપરાંત તેમના ડ્રાઈવર અને ચાર સુરક્ષા જવાનો પણ આ હુમલામાં શહીદ થયા છે. અન્ય બે જવાન ઘાયલ થયા છે.

અમરજિત બલિહારે દોઢ મહિના પહેલાં જ ૧૬ મેના રોજ પાકુડના પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મંગળવારે તેઓ દુમકામાં ડીઆઈજી પ્રિયા દુબે સાથે મીટિંગ બાદ પરત ફરી રહ્યા હતા. કાઠીકુંડમાં અમરાપારાના જંગલો પાસે ૫૦થી ૬૦ નકસલવાદીઓ શસ્ત્રો સાથે આવ્યા અને તેમણે ચારે તરફથી બલિહારને ઘેરી લીધા.

આગળ વાંચો : ક્યાં કેવી રીતે હુમલો થયો, ઘાયલ એસપી પાસે ફોન કરાવ્યો, પછી ગોળી મારી