તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંદીગઢ: સિદ્ધુ ‘આમ આદમી’ બની શકે, બે-ત્રણ દિવસમાં જાહેરાત કરશે​

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચંદીગઢ: રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા પછી નવજોત સિદ્ધુએ ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા છે. હવે ટૂંક સમયમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. સિદ્ધુની પત્નીએ કહ્યું છે કે હવે તે ભાજપમાં જોડાય તેનો સવાલ જ નથી. છેલ્લા કેટલાય સમયથી સિદ્ધુ પાર્ટીથી ખુશ નહોતા. પંજાબની સેવા કરી શકતા નહોતા, તેમની સામે છેલ્લો એક જ વિકલ્પ હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે, પંજાબમાં આપ એક સારો વિકલ્પ બનીને આગળ આવી રહ્યો છે. આપમાં જોડાવાના સવાલ પર તેમણે કહ્યું, તેનો ખુલાસો સિદ્ધુને કરવા દો. બે-ત્રણ દિવસમાં તેઓ પોતે નિર્ણયની જાહેરાત કરશે. આપના એક મુખ્ય નેતાએ સિદ્ધુની આપમાં આવવાની વાતને સાચી કહી છે.

પંજાબમાં આપ છે સારો વિકલ્પ : સિદ્ધુનાં પત્ની

સિદ્ધુ જ્યાં જશે તેમની પત્ની તેમની મદદ કરશે. દિલ્હી સરકારની મોહલ્લા ક્લિનિક સહિત બીજી યોજનાઓના વખાણ કરતા પંજાબમાં લાગુ પાડવાની વાત કરી હતી. આવી યોજના અને આવા લોકો સાથે કામ કરવાનું તે પસંદ કરશે તેમ સિદ્ધુની પત્નીએ જણાવ્યું હતું.

સિદ્ધુને પંજાબનો ચહેરો નહીં બનાવાય : કેજરીવાલ

સિદ્ધુને પંજાબની ચૂંટણીમાં સીએમ પદ માટેનો ચહેરો બનાવવાની વાતો પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આવું કાંઇ નથી. પરંતુ સિદ્ધુના રાજીનામાના કેજરીવાલે વખાણ કર્યા હતાં. કેજરીવાલે એ પણ કહ્યું હતું કે, સારા લોકો ભાજપમાંથી રાજીનામું આપી રહ્યા છે. આ માટે મેં સિદ્ધુના સાહસની પ્રશંસા કરી હતી. આપમાં જોડાવા માટે આમ આદમી બનવું જરૂરી છે તેવી વાત પણ કેજરીવાલે કરી હતી.
કીર્તિ આઝાદની પત્ની પણ ‘આપ’માં જોડાશે
સિદ્ધુ પછી હવે સસ્પેન્ડેડ ભાજપી સાંસદ કીર્તિ આઝાદની પત્ની ભાજપ છોડી શકે તેવા સંકેત મળી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો