તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંજાબ: સિદ્ધુએ કરી નવી પાર્ટીની જાહેરાત, કહ્યું-કાળા વાદળ ખસેડીને હવે સૂરજ નીકળવો જોઈએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચંદીગઢ: ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુએ ગુરુવારે તેમની નવી રાજકીય પાર્ટી \'આવાઝ-એ-પંજાબ\'ની ઓફિશિયલ જાહેરાત કરી છે. સિદ્ધુએ તેમની પાર્ટીને એક ક્રાંતિકારી સંગઠન ગણાવ્યું હતું. સિદ્ધુએ કહ્યું હતું કે, પંજાબની જનતા હવે સરકાર બદલવા માંગે છે. અકાલી દળ ઉપર પણ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કાળા વાદળો પછી હવે સૂરજ નીકળવો જોઈએ.
 
સિદ્ધુએ કહ્યું કે- હવે કાળા વાદળ હટવા જોઈએ
 
- પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સિદ્ધુએ અકાલી દળનું નામ લીધા વગર કહ્યું હતું કે, હવે કાળા વાદળ હટીને સૂરજે નીકળવું પડશે.
- સિદ્ધુએ કહ્યું હતું કે, આ પ્રેસ કોન્ફરન્સનો હેતુ રાજ્યમાં ખુશી પરત લાવવાનો છે.
- ઘણી પાર્ટીમાં સારા લોકોને શો-પીસની જેમ રાખવામાં આવે છે અને પછી કામ પતી જાય એટલે માખીની જેમ કાઢી દેવામાં આવે છે.
- આવાઝ-એ-પંજાબનું રાજકારણ પંજાબને સમૃદ્ધ કરવા માટેનું છે. અમે તે દિશામાં કામ કરીશું.
- એક સમય હતો જ્યારે પંજાબ બધી રીતે અગ્ર હતું. આજે જુઓ તેની સ્થિતિ કેવી થઈ ગઈ છે. પંજાબમાં બેરોજગારી વધી ગઈ છે, બે લાખ કરોડનું દેવું છે.
- પંજાબમાં હાલ દરેક વસ્તુ ગીરવે મુકેલી છે.
- પંજાબમાં દરેક નફો એક જ વ્યક્તિને મળે છે.
- હવે આગામી પાંચ વર્ષ પંજાબમાં પરિવર્તન માટેના હશે. લોકોને સરકારમાં પરિવર્તન જોઈએ છે. લોકો એવી સરકાર ઈચ્છે છે જે નિ:સ્વાર્થ રીતે કામ કરે
- હિન્દુસ્તાનના સંવિધાનનમાં કહેવામાં આવ્યું છે કે, જ્ઞાતિ-જાતીમાંથી ઉપર આવે તો જ સારુ કામ થઈ શકે. અમારું સ્લોગન છે - જીતશે પંજાબ, જીતશે પંજાબિયત અને જીતશે દરેક પંજાબી. લોકોની સરકાર લોકો માટે હોવી જોઈએ. પરંતુ અહીં લોકોની સરકાર માત્ર એક પરિવાર માટે જ છે.
- મે કેજરીવાલ પાસે સીટ માગી હતી તે સાવ ખોટી વાત છે.
- પરંતુ કેજરીવાલ મારા ઘરે મળવા આવ્યા હતા.
- તેઓ ઈચ્છતા હતા કે હું તેમની પાર્ટી માટે પ્રચાર કરું.
- કેજરીવાલે કહ્યું હતું કે, તમે ચૂંટણી ન લડો, તમારી પત્નીને ચૂંટણીમાં ઉતારો.
 
જુલાઈમાં રાજ્યસભા સીટ પરથી આપ્યું હતું રાજીનામું

- સિદ્ધુ આ પહેલાં બીજેપીના રાજ્યસભા સાંસદ હતા, પરંતુ આ વર્ષે તેમણે રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારપછી તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થશે તેવી શક્યતા હતા.
- પંજાબમાં હાલ બીજેપી અને અકાલી દળની સંયુક્ત સરકાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પંજાબમાં એસેમ્બલી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો