તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધુની પત્નીનો યુ-ટર્ન: કહ્યું હું બીજેપી સાથે, પતિના રાજીનામા વિશે કન્ફ્યુઝન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: 24 કલાકમાં બીજેપીને બીજો ઝટકો લાગ્યો છે. સોમવારે નવજોત સિંઘ સિદ્ધુએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું. હવે બીજેપીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા કીર્તિ આઝાદના પત્ની આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. કીર્તિ આઝાદે કહ્યું હતું કે એક બે દિવસમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂનમ આપમાં સામેલ થઈ જશે. બીજી તરફ સિદ્ધુ પણ આપમાં જોડાઈ શકે છે. સિદ્ધુએ માર્ચમાં જ બીજેપી છોડવા અંગે પાર્ટીને જણાવી દીધું હતું. ત્યારે મંત્રી પદ આપવાનું કહીને પાર્ટીએ તેમને રોકી લીધા હતા. મંત્રી બનાવવામાં ન આવતા તેમણે પંજાબમાં મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવાર બનાવવાની શરત રાખી હતી.
સિદ્ધુની શરત હતી કે મંત્રી બનાવો નહીં તો BJP છોડી દઈશ

1. BJP સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવજોતે માર્ચમાં જ પાર્ટી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાર્ટીને ડર હતો કે સિદ્ધુના જવાથી આગામી વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી નબળી થઈ શકે છે. તે સંજોગોમાં પાર્ટી દ્વારા સિદ્ધુને રાજ્યસભાના સંસદ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સાથે જ તેમને માઈનોરિટી કમિશનના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. પક્ષને વિશ્વાસ હતો કે આ રીતે સિદ્ધુની નારાજગી દૂર કરી શકાશે. પરંતુ એવુ ન થયું.

2. બીજેપી નહીં છોડવા માટે પોતાને કેન્દ્રમાં મંત્રી બનાવવાની શરત સિદ્ધુએ રાખી હતી. તે શરત તે સમયે માની લેવામાં આવી હતી પરંતુ જુલાઈમાં કેબિનેટ વિસ્તરણ દરમિયાન મોદીએ સિદ્ધુને કેબિનેટમાં જગ્યા આપવાની ના પાડી દીધી. આ વખતે પણ સિદ્ધુએ બીજેપીના એક ટોપ નેતાને ફોન કરીને તેમની નારાજગી વ્યક્ત કરી હતી.

3. સિદ્ધુએ પાર્ટીમાં રોકાવા માટે છેલ્લી શરત તરીકે પંજાબમાં અકાલી દળથી અલગ થઈને પોતાને સીએમ ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બીજેપીના ટોપ લીડરે આ વાત પણ ન માની. નવજોત સિદ્ધુએ આ વિશે પણ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

4. નીતિન ગડકરી BJP પ્રેસિડન્ટ હતા ત્યારે સિદ્ધુ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ હતા. પરંતુ જ્યારે શાહને પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા ત્યારે સિદ્ધુને કોઈ જગ્યા આપવામાં આવી નહોતી. બીજી બાજુ ચંદીગઢમાં સિદ્ધુના જુનિયર માનવામાં આવતા નેતાને રાષ્ટ્રીય સચિવ બનાવી દેવામાં આવ્યા. સિદ્ધુએ આ વિશે પણ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

5. 2014માં લોકસભા ચૂંટણીમાં પણ પાર્ટીએ અમૃતસર સીટ પરથી સિદ્ધુને હટાવી દીધા હતા. તેમની જગ્યાએ અરુણ જેટલીને પાર્ટીના ઉમેદવાર બનાવી દીધા હતા. સિદ્ધુ 10 વર્ષથી આ સીટ પર સાંસદ હતા. અહીં જેટલી ચૂંટણી હારી ગયા ત્યારથી સિદ્ધુ પાર્ટીથી નારાજ હોવાનું માનવામાં આવે છે.
રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું મતલબ બીજેપીમાંથી પણ આપી દીધુંઃ કૌર
નવજોત સિંઘ સિદ્ધુની પત્ની નવજોત કૌરે મંગળવારે જાહેરાત કરી છે કે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે, પરંતુ તેઓ હાલ પણ બીજેપી સાથે જોડાયેલા છે. જોકે પતિ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, તેમણે રાજ્યસભા પદ પરથી રાજીનામું આપી દીધું છે એટલે તેનો અર્થ એવો થાય કે તેમણે બીજેપીમાંથી પણ રાજીનામું આપી દીધું છે. નવજોત કૌરે એવુ પણ જણાવ્યું છે કે, સોમવારે તેમને સિદ્ધુએ રાજીનામું આપ્યું હોવાની વાત ખબર નહોતી.
સિદ્ધુને પંજાબની સેવા કરવી છે: પત્ની નવજોત
- એક દિવસ પહેલાં નવજોત સિંહે રાજ્યસભાનું સભ્યપદ અને નવજોત કૌરે પંજાબના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. બંને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો હતી.
- ત્યારપછી મંગળવારે પહેલી વાર નવજોત કૌર મીડિયા સામે આવ્યા હતા.
- તેમણે કહ્યું હતું કે મે બીજેપી છોડ્યુ નથી, પરંતુ એ વાત દરેક લોકોએ સમજવા જેવી છે કે સિદ્ધુએ બીજેપી છોડી દીધું છે. તેમનો હેતુ પંજાબ માટે કામ કરવાનો છે.
- સિદ્ધુને રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું છે. તેઓ પંજાબની સેવા કરવા માગતા હતા અને બીજેપીમાં તેમને આ મોકો નહોતો મળતો.
- હજુ તેમણે નક્કી નથી કર્યું તે તેઓ કઈ પાર્ટીમાં જશે, પરંતુ આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે.
આગળ વાંચોઃ નવજોત કૌરે કહ્યું- સિદ્ધુ પાસે કોઈ વિકલ્પ નહોતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો