• Gujarati News
  • Navaz Sharif And Narendra Modi Communication Tomorrow

વાતચીત કેવી રીતે શરૂ કરવી, આ મુદ્દે મોદી-શરીફ આજે કરશે વાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આખરે વાતચીત કેવી રીતે શરૂ કરવી, આ મુદ્દે મોદી-શરીફ આજે વાત કરશે
- મોદી સરકારનો પહેલો દિવસ

નવી સરકારના કામકાજના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાક.ના વડાપ્રધાન નવાઝ શરીફની વચ્ચે વાતચીત થશે. બંને નેતાઓ વચ્ચે યોજાનારી મુલાકાતનો એજન્ડા સોમવારે મોડી રાત સુધી સામે આવ્યો નહોતો. જોકે મોદીએ વિદેશ મંત્રાલયના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચે મુલાકાત માટે અડધો કલાકનો સમય નક્કી થયો છે. એવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે કે નરેન્દ્ર મોદી અને શરીફ સમગ્ર વાતચીત શરૂ કરવા માટે અનેક મુદ્દાઓ પર વિચાર કરી શકે છે.

દ્વિપક્ષીય કારોબારને વિસ્તારવા મુદ્દે પણ વાતચીત થઇ શકે છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર જો પાકિસ્તાન ભારતીય જેલોમાં બંધ પોતાના નાગરિકોનો મુદ્દો ઉઠાવશે તો ભારત સીમા પાર આતંકવાદ અને યુદ્ધવિરામના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવી શકે છે. એવા સંકેતો પણ મળી રહ્યા છે કે શરીફ મોદીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ પણ આપશે.

અમે પાકિસ્તાનથી અનેક શુભેચ્છાઓ લઇને આવ્યા છે. બંને તરફ મજબૂત જનાદેશ ધરાવતી સરકારો છે. આપણે એક-બીજા વિશે ગેરસમજ દૂર કરીને નવો અધ્યાય શરૂ કરવા અને આગળ વધવાની જરૂર છે. - નવાઝ શરીફ
આગળ વાંચો, મોટો મુદ્દો ઊઠશે તો વાતચીતથી પાછળ નહીં હટે, પડોશી દેશો પાસે શું ઇચ્છે છે મોદી સરકાર,