• Gujarati News
  • Narendra Modis Power Punch In Elections Five Day Ahead In Punjab

પાંચ દિવસ પહેલા પંજાબને નરેન્દ્ર મોદીનું પાવર પંચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાનના પાંચ દિવસ પહેલા પાંચ પાણીવાળા આ રાજ્યમાં નરેન્દ્ર મોદીની એક સાથે પાંચ રેલીઓ યોજાઇ. મોદીએ રેલીઓમાં પંજાબના વોટર્સને અપીલ કરી કે અહીં પંજાનું ખાતું પણ ખુલવું જોઇએ નહીં. તેમણે એવી દલીલ કરી કે કેન્દ્રમાં એનડીએની સરકાર બનવાનો પાયો નાખી દેવામાં આવ્યો છે, બસ પંજાબ એ નક્કી કરે કે દિલ્હીની સરકાર ઇરાદાઓ અને સંખ્યાબળથી પણ મજબૂત હોય.
મોદીની આ રેલીઓ ભટિંડા અને અમૃતસર જેવા એ ક્ષેત્રોમાં પણ યોજાઇ જેમને થોડાક મહિ‌ના પહેલા સુધી અકાલી-ભાજપ ગઠબંધન પોતાની પાકી સીટ માનતું હતું. અહીં મોદીને લાવવાનો સીધો મતલબ એ છે કે બન્ને સીટ પર સ્થિતિ વધુ મજબૂત કરવામાં આવે. અમૃતસરમાં અરુણ જેટલી છેલ્લા ૨૨ દિવસથી ઉપસ્થિત છે. કેપ્ટન અમરિન્દરસિંહ સાથે તેમનો મુકાબલો છે. કેપ્ટન બહુ પડકારી રહ્યા છે પરંતુ વચ્ચે તેમની તબિયત થોડી બગડી ગઇ હતી. અમૃતસરમાં નવ વિધાનસભા સીટ છે.
નાયબ મુખ્યપ્રધાન સુખબીર બાદલ તેમાંથી પાંચ વિધાનસભા મતવિસ્તારમાં જેટલીને લીડ અપાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. બાકીની ચાર સીટ પર ભાજપે જોર લગાવવું પડશે. એના માટે પાર્ટીને મોદીની જરૂર મહેસૂસ થઇ. મોદીની ઉપસ્થિતિમાં પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ લોકોને સમજાવે છે કે મોદી સરકાર બનતા જ અરુણ જેટલી મોટા પ્રધાન બનશે. સાથે જ એવું પણ કહે છે કે અમે જેટલીને હાથ જોડીને અહીં લાવ્યા છીએ.
આગળ વાંચો, રાહુલની રેલી માટે ટેન્ટ આપવાની પણ ના એટલી હદે ભટિંડામાં મોદી લહેર