'ચાલે છે'નું વલણ નહીં ચાલે: મોદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડીઆરડીઓ એવોર્ડ સમારંભમાં ભાષણ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી)
- ડીઆરડીઓના વિજ્ઞાનીઓને દુનિયાથી આગળ વિચારવા સલાહ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓના વિજ્ઞાનીઓને જણાવ્યું છે કે હવે 'ચાલે છે'નું વલણ નહીં ચાલે. તેમણે વિજ્ઞાનીઓને દુનિયાથી આગળ વિચારવાની સલાહ પણ આપી હતી. નરેન્દ્ર મોદી ડીઆરડીઓના ઇનામ વિતરણ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું, અનેક પ્રોજેક્ટ સમયની પાછળ ચાલી રહ્યાં છે. સંરક્ષણ ક્ષેત્રમાં ફેરફારો ખૂબ જ ઝડપથી આવી રહ્યા છે. આપણે પાછળ રહી ગયા છીએ. આપણે જ્યાં સુધી વિચારીએ છીએ ત્યાં સુધીમાં બે પગલાં આગળ ચાલીને ટેક્નિ‌ક બજારમાં આવી જાય છે. એવું નથી કે આપણી પાસે પ્રતિભાની અછત છે પરંતુ મને લાગે છે આપણે 'ચાલે છે' તેવું વલણ ધરાવીએ છીએ.

તેમણે વિજ્ઞાનીઓને જણાવ્યું કે,'તમે શું આ સ્થિતિને બદલવા માગો છો અને દુનિયાના નવા એજન્ડા નક્કી કરવા માગો છો. આપણે પાછળ ચાલીને લીડર ન બની શકીએ પરંતુ રસ્તો બતાવીને બની શકીએ છીએ. એવું ન થવું જોઇએ કે પ્રોજેક્ટ ૧૯૯૨માં બને અને આપણે ૨૦૧૪માં કહીએ કે હજુ સમય લાગશે. ડીઆરડીઓને સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બનાવો: જેટલી : સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ કાર્યક્રમમાં જણાવ્યું,'હવે આ સંસ્થાને આગામી તબક્કામાં લઇ જવાની જરૂર છે. હવે આ સંસ્થાને સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બનાવવાનું છે.

નેતૃત્વ યુવાનોને સોંપો

મોદીએ યુવાનોને તક આપવા ઉપર ભાર મૂક્યો. ડીઆરડીઓને કહ્યું કે તેમની પ૨માંથી પાંચ લેબમાં ૩પથી ઓછા યુવાનોને રાખો. તેમને જ નિર્ણયની જવાબદારી આપો. તે સાઈબર ક્ષેત્રમાં સારું કામ કરી રહ્યા છે.