નરેન્દ્ર મોદી: જેટલો વિરોધ વધ્યો, તેટલી જ તાકાત વધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાણો, પોતાના નેતાઓનું વ્યક્તિત્વ તેમના વિરોધીઓ અને સાથીઓ દ્વારા

૩ આક્રમક ઇન્ટરવ્યૂ
૧૮ માર્ચ ૨૦૧૩ ઇન્ડિયા ટૂડે કોન્કલેવમાં

જાવેદ અંસારી- મોદીજી ગુજરાતમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. શું તમે તેની ઉપર માફી માગશો કે નહિ‌?
મોદી- સુપ્રીમ ર્કોટ જવાબ આપી ચૂકી છે. દેશની જનતા જવાબ આપી ચૂકી છે. હવે મારે જવાબ આપવાની જરૂર નથી.
જાવેદ અંસારી- તમે આ સવાલથી ગભરાઇ રહ્યા છો.
મોદી- ના, ના. હું ગભરાયો નથી. પચાસ વખત તમારો ખેલ જોઇ ચૂક્યો છું, તેમ છતાં અહીં આવ્યો છું.

૧ એપ્રિલ, ૨૦૦૯ના રોજ ટાઇમ્સ નાઉને...

અર્ણવ ગોસ્વામી- અમે જંગલના ફૂલ છીએ અને તે બગીચાના ફૂલ છે. તમે રાહુલ ગાંધી માટે આ વાત કહી હતી.
મોદી- મેં એજ કહ્યું હતું કે શું ૩૦ વર્ષનો યુવાન યુવાન નથી? તમે બગીચાના ફૂલને ફૂલ અને જંગલના ફૂલને ફૂલ નહિ‌ માનો?
અર્ણવ- તમે રાહુલ વિશે વાત કરી રહ્યાં હતા?
મોદી- હું ક્યારેય નામ નથી લેતો. ગાંધી પરિવારનું નામ ક્યારેય નથી લેતો. મારી પાસે તેનો સમય નથી.

૧૯ ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ સીએનએન-આઇબીએનના કરણ થાપર સાથે

કરણ- તમે ગુજરાતના રમખાણો ઉપર ખેદ કેમ નથી વ્યક્ત કરતાં?
મોદી- મારે જે કહેવું હતું, તે સમયે કહિ‌ ચૂક્યો છું. તમે મારા તે વખતના નિવેદન જોઇ શકો છો.
કરણ- તમે ઇમેજમાંથી બહાર નથી નીકળી શકતા?
મોદી- મારે થોડો આરામ જોઇએ. તમારા જે આઇડિયા છે તે આપતા રહો. (તે પછી મોદીએ ઇન્ટરવ્યૂ વચ્ચે જ અટકાવી દીધો હતો.)

આગળ વાંચો મોદી વિશેની મહત્વની વાતો