તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીમાં મુસ્લિમો મોટાપાયે નરેન્દ્ર મોદીતરફી મતદાન કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોદી ગેમચેન્જર?: ટૂંકમાં બહાર પડનારા પુસ્તકમાં દાવો
લેખકના મતે મુસ્લિમો અગ્રણીઓના મોદી પ્રત્યેના અભિપ્રાયમાં પરિવર્તન આવ્યું


લોકસભાની નિર્ણાયક ચૂંટણીના નગારા જોરશોરથી વાગી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં રજુ થનારા પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશના મુસ્લિમો મોટાપાયે નરેન્દ્ર મોદીની તરફેણમાં મતદાન કરશે. સુદેશ વર્મા લિખિત ‘નરેન્દ્ર મોદી: ધ ગેમચેન્જર' નામના પુસ્તકમાં દેશના જાણીતા મુસ્લિમો અગ્રણીઓ સાથેની વાતચીતના આધારે આ દાવો કરવામાં આવ્યો છે. પુસ્તકના લેખક સિનિયર પત્રકાર છે. તેઓ ન્યૂઝ ચેનલ તથા અંગ્રેજી અખબારો સાથે કામ કરી ચૂક્યા છે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીના બોલકા વિરોધી રહેલા ફિલ્મમેકર મહેશ ભટ્ટે પણ પુસ્તકના લેખકને એમ જણાવ્યું છે કે ‘ગુજરાતના મુખ્ય પ્રધાને મુસ્લિમો પ્રત્યે જે સદભાવના સંકેત દર્શાવ્યો છે તેની આપણે પ્રશંસા કરવી જોઈએ.

' ભટ્ટે એમપણ કહ્યું છે કે ‘મારું વ્યક્તિગતપણે માનવું છે કે જે વ્યક્તિનો મેં ઘણો વિરોધ કર્યો હોય છતાં પણ જો તે સમાજમાં સુમેળ સર્જાય એ માટેના પ્રયાસો કરતો હોય અને ભાઈચારાની વાત કરતો હોય તો મારે તેને ટેકો આપવો જોઈએ.' પુસ્તકના લેખક વર્માએ એવો દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમો મોટાપાયે મોદીતરફી મતદાન કરે એવી પૂરેપૂરી શક્યતા છે. આ માટે તેમણે આ‹લ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મુફ્તી અઝીઝ અરશદ કાશમીનો દાખલો ટાંકયો છે.

કાશમીનું માનવું છે કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી બહેતર પુરવાર થશે અને દરેકને સમાન ન્યાય આપશે. કાશમીએ પુસ્તકના લેખકને એમપણ કહ્યું છે કે નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમ્યાન દેશના સૌથી ખરાબ રમખાણો થયા એ તેમની (મોદીની) કમનસીબી છે. ટૂંક સમયમાં રજુ થનારા પુસ્તકમાં નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ તથા તેમની કામગીરીને લગતા વિવિધ પાસાઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. પુસ્તકમાં નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતો પણ સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો