તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્ય પ્રદેશમાં મંદિર માટે મુસ્લિમ પરિવારે જમીન દાન આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્યોપુર: મધ્ય પ્રદેશના શ્યોપુરમાં હનુમાનજીના મંદિરના વિસ્તરણ માટે એક મુસ્લિમ પરિવારે પોતાની જમીન દાનમાં આપી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આર. બી. સિંડોસકરના જણાવ્યા પ્રમાણે શ્યાપોર જિલ્લાના બાગવાઝ ગામના જાવેદ અન્સારીએ (34) ઇમલીવાલે હનુમાન મંદિરના વિસ્તરણ માટે તેમની 1,905 ચોરસ ફૂટ જમીન દાનમાં આપી છે. તેમના પરિવારના સભ્યોના નિવેદનો લેવાયા બાદ જમીન મંદિરના વહીવટકર્તાઓને સોંપાઇ છે.

મંદિરને 1,905 ચોરસ ફૂટ જમીનનું દાન કર્યું

આ મંદિર શ્યાપોરથી ગુપ્તેશ્વર રોડ પર એક કિ.મી. દૂર બાગવાઝ ગામે આવેલું છે. અન્સારી દ્વારા દાનમાં મળેલી જમીનમાં દર્શનાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા કરાશે તથા મંદિરની બાઉન્ડરી વૉલ બનાવાશે. ટેમ્પલ કમિટીના ચેરમેન રાજુ વૈશે જણાવ્યું કે જાવેદ અન્સારીએ તેમના ભાઇ-બહેનો પરવેઝ, શહેનાઝ, શોએબ અને શાદાબ સાથે ચર્ચા કર્યા બાદ જમીન દાનમાં આપી છે. જાવેદે જણાવ્યું કે, ‘મેં કોમી એકતાનો સંદેશો ફેલાવવા અમારી જમીન હનુમાન મંદિર માટે દાનમાં આપી છે. મારું માનવું છે કે આવા કાર્યોથી હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે ભાઇચારો વધશે.’
અન્ય સમાચારો પણ છે...