તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે તમારું 20 એમએલ લોહી જ માંસ ફાટવાની પીડા દૂર કરી દેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોટા: હવે રોગીના સૉફ્ટ ટિશ્યૂઝ (માંસ ફાટવું) ની પીડા તે દર્દીના જ માત્ર 20 એમએલ લોહીથી દૂર થઇ જશે. ન ઓપરેશનની જરૂર રહેશે કે ન દવાની અને કોઇએ હોસ્પિટલમાં દાખલ પણ નહીં થવું પડે. સારવારની આ પદ્ધતિમાં દર્દીના કોઇ પૈસા પણ નહીં ખર્ચાય. વાસ્તવમાં, આ નવી ટેકનીક પર કોટા મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગે ત્રણ વર્ષ રિસર્ચ કરી છે. તેમાં 64 દર્દીઓ પર આ ટેક્નીકનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 99 ટકામાં સફળતા મળી હતી.

આ રિસર્ચ પેપર કોટામાં ચાલી રહેલી ઇન્ડિયન ઓર્થોપેડિક સોસાયટીના સેન્ટ્રલ ઝોનની 16મી વાર્ષિક કોન્ફરન્સમાં રવિવારે પ્રેઝન્ટેશન થશે. પ્રો. રાજેશ ગોયલના નિર્દેશનમાં રેસિડેન્ટ ડૉ. અશ્વિન ગોંડાલેએ આ રિસર્ચ કરી છે. બંનેનો દાવો છે કે દેશમાં પોતાની રીતની આ પહેલી શોધ છે. જે માટે સૉફ્ટ ટિશ્યૂઝ માટે કરવામાં આવી છે.સોફ્ટ ટિશ્યૂઝમાં ઇજા થવી સામાન્ય છે. શોલ્ડરમાં તો તે ઘણી વધુ થાય છે. જાન્યુઆરી 2014માં ચાલી રહેલી રિસર્ચમાં આવા દર્દીને પૂરી પ્રક્રિયા વિશે સમજાવાયુ હતું પછી તેનું 20 એમએલ લોહી લેવાયુ હતું.

ટેકનિકના ફાયદા

આ સમગ્ર પ્રક્રિયામાં દર્દીએ નતો પૈસા ખર્ચવા નથી પડતા કે નતો તેમણે દાખલ થવુ પડે છે. સાથે જ કોઇ દવા પણ લેવી પડતી નથી. કોઇપણ પ્રકારનું રિએક્શન પણ નથી થતું. હા, 10 ટકા દર્દીઓ એવા જરૂર રહ્યા છે જેમને ફરીવાર આ ઇન્જેક્શન આપવુ પડ્યુ છે. રિસર્ચ કરનારા ડૉ. ગોયલના અનુસાર રવિવારે કોન્ફરન્સમાં દેશ-વિદેશના 300 કરતા વધારે ઓર્થોપેડિક સર્જન્સ સામે તેને રજૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો