ટોપ-૧૦ ગ્લોબ સિટીઝમાં મુંબઇનો સમાવેશ, ન્યૂ યોર્ક સૌથી મોખરે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૨૬ અબજપતિ સાથે મુંબઇ અબજપતિઓની યાદીમાં છઠ્ઠા ક્રમે, ન્યૂ યોર્ક સૌથી મોખરે

આપણી માયાનગરી એટલે કે, મુંબઇનો સૌથી વધુ અબજપતિઓ રહેતા હોય એવા વિશ્વનાં ટોપ-૧૦ શહેરોમાં સમાવેશ થાય છે. રિસર્ચ એજન્સી વેલ્થ ઇનસાઇટના સંશોધનમાં જણાવવામાં આવ્યા મુજબ મુંબઇ આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. મુંબઇમાં ૨૬ અબજપતિ રહે છે.

યાદીમાં જણાવવામાં આવ્યા મુજબ મુંબઇમાં શાંઘાઇ, પેરિસ અને લોસ એન્જલિસથી પણ વધુ અબજપતિ રહે છે. જ્યારે આ યાદીમાં સૌથી મોખરે રહેનાર ન્યૂ યોર્કમાં ૭૦ અબજપતિ રહે છે. ત્યાર પછી મોસ્કો (૬૪), લંડન (૫૪), હોંગકોંગ (૪૦) અને બેઇજિંગ (૨૯) અબજપતિઓ સાથે પાંચમા ક્રમે છે.

ધનિકોની વેલ્થ ઇનસાઇટની ટોપ-૨૦ શહેરોની યાદીમાં ભારતનું એક પણ શહેર નથી. આ યાદીમાં ટોકયો સૌથી મોખરે છે. ટોકયોમાં ૪.૬ લાખ ધનિકો છે. જ્યારે બધા ધનિકોની બાબતમાં ભારત ૧૧મા ક્રમે છે. અને આશા છે કે, વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારત પાંચમા ક્રમે આવી જશે.

- ટોપ-૧૦ શહેર

શહેર અબજપતિઓ
૧. ન્યૂ યોર્ક ૭૦
૨. મોસ્કો ૬૪
૩. લંડન ૫૪
૪. હોંગકોંગ ૪૦
૫. બેઇજિંગ ૨૯
૬. મુંબઇ ૨૬
૭. ઇસ્તમ્બુલ ૨૪
૮. શાંઘાઇ ૨૩
૯. પેરિસ ૨૨
૧૦. લોસ એન્જલિસ ૧૯