મુલ્તાની માટીની મડ-પેક થેરાપીથી પાછી આવી રહી છે તાજની ચમક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગરા: દુનિયાની સાત અજાયબીમાં સામેલ આગરાના તાજમહેલની સુંદરતા હવે પાછી આવી રહી છે. 1648માં બનેલા 240 ફૂટ ઉંચા અને 17 એકરમાં ફેલાયેલા આ મોગલકાળની ઈમારતને પહેલીવાર મડ પેક થેરેપી દ્વારા પોલિશ કરવામાં આવી રહ્યો છે. 2015માં શરૂ થયેલું આ કામ અંદાજે 75 ટકા જેટલું પુરૂં થઈ ગયું છે. નવેમ્બર 2018 સુધીમાં તે સંપૂર્ણ રીતે પુરૂં થઈ જાય તેવી શક્યતા છે. 

 

મીનાર-ગુંબજ પર જામી પીળી પરત


- આઈઆઈટી કાનપુર અને અમેરિકી યુનિવર્સિચીના રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, તાજમહેલ પર ડીઝલ અને સળગાવેલા કચરાના ધુમાડા કારણે તેની ચમક ધીમે ધીમે ગુમ થવા લાગી છે.
- તાજમહેલ ઈંડસ્ટ્રીયલ ઝોનમાં હોવાના કારણે અહીં હંમેશા પોલ્યુશન રહે છે. તેનાથી તાજની દિવાલો અને ગુંબજ પર પીળી પરત જામવા લાગી છે. 

 

ચીકાશ અને કાર્બનને શોષી લે છે મુલતાની માટી


મડ-પેક- થેરપી- આ થેરપીમાં મુલતાની માટીની પાતળી પરત કરી દેવામાં આવે છે અને પછી તેના ઉપર એક પાતળી પ્લાસ્ટીકની શિટ્સ પાથરી દેવામાં આવે છે. 
- મુલતાની માટીની આ પાતળી પરત તાજમહેલ પર જામેલા ગ્રીસ અને કાર્બનને શોષી લે છે. જ્યારે માટી સંપૂર્ણ રીતે સુકાઈ જાય છે ત્યારે તેને ડિસ્ટિલ પાણીથી સાફ કરી દેવામાં આવે છે. જુની ઈમારતોને સાફ કરવા માટે આ અત્યાર સુધીનો સૌથી સુરક્ષીત ઉકેલ માનવામાં આવે છે.

 

આગળની સ્લાઈડમાં જુઓ તાજમહેલના અન્ય ઈન્ટ્રેસ્ટિંગ ફેક્ટ્સ

અન્ય સમાચારો પણ છે...