રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મુલાયમસિંહનો વોટ રદ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીપંચનો નિર્ણય બીજા વોટનો અધિકાર નહોતો પહેલો વોટ ગોપનીયતા ભંગ થવાના કારણે રદ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવનો વોટ રદ કરવામાં આવ્યો હોવાનો નિર્ણય ચૂંટણી પંચે શુક્રવારે જાહેર કર્યો છે. મુલાયમસિંહે ગુરુવારે વોટિંગ દરમિયાન ભૂલથી વિપક્ષના ઉમેદવાર પીએ સંગમાના નામે મહોર મારી હતી. તેમને ભૂલનો ખ્યાલ આવતા મતપત્ર ફાડી દીધું હતું અને ચૂંટણી અધિકારી પાસેથી બીજુ મતપત્ર મેળવ્યું હતું. ત્યારબાદ પ્રણવ મુખર્જીના નામ ઉપર મોહર લગાવીને વોટ આપ્યો હતો. સંગમાંના ચૂંટણી એજન્ટ સત્યપાલ જૈને ચૂંટણી અધિકારી અને લોકસભાના મહાસચિવ વીકે અગ્નિહક્ષેત્રીને તેની લેખિતમાં ફરિયાદ કરી હતી. અગ્નિહક્ષેત્રીએ તેને ચૂંટણીપંચને મોકલી આપ્યું હતું. જૈને મુલાયમનો વોટ રદ કરવાની માંગણી કરી હતી.તર્ક હતો કે યાદવ બીજા વોટપત્ર માટે અધિકૃત ન હતા. ચૂંટણીપંચે તેની ઉપર સહમતી બતાવી. પંચે નિર્ણયમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ-૧૯૭૪ ના નિયમ-૧૫ સંદર્ભ આપ્યો. તેમણે કહ્યું હતું કે, નિયમ પ્રમાણે મુલાયમને બીજું મતપત્ર ન આપી શકાય. તેથી જ તેમનાં બીજા વોટને ગણતરીમાં ન લઇ શકાય. પહેલા વોટને પણ ગણતરીમાં ન લઇ શકાય કારણ તે તેની ગોપનીયતા ભંગ થઇ ચૂકી હતી. જૈને નિર્ણયનું સ્વાગત કર્યું સંગમાના અધિકૃત ચૂંટણી એજન્ટ અને ભાજપના નાણાં વિભાગના પ્રમુખ સત્યપાલ જૈને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, કોઇ ગમે તેટલું મોટું કેમ ન હોય પણ કાયદાનાં મજબૂત અને લાંબા હાથ સામે કોઇ બચી શકતું નથી. આ દુભૉગ્યપૂર્ણ વાત છે કે રાજકારણમાં મહત્વની ભૂમિકા ધરાવનાર વ્યક્તિ યોગ્ય રીતે મત પણ આપી ન શકે.