તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jammu Kashmir: CM Mufti Orders Withdrawal Of Stone pelting Cases Against 4,327 Youth

કાશ્મીર: 4,327 પથ્થરબાજો સામેના 744 કેસ પરત લેવા રાજ્ય સરકારનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ બુધવારે રાજ્યમાં 4,327 યુવકો પર નોંધાયેલા પથ્થરબાજીના કેસ પાછા લેવાનો આદેશ આપ્યો છે. યુવકના નામ 744 કેસમાં નોંધાયેલા હતા. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે ડીજીપી એસ. પી. વૈદ્યની અધ્યક્ષતામાં રચાયેલી હાઈ-પાવર્ડ સમિતિની ભલામણો પર નિર્ણય લેવાયો છે. સમિતિએ બુધવારે મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો.

 

6 વર્ષ જૂના મામલા

 

પ્રવક્તાએ જણાવ્યું કે મુખ્યમંત્રી બન્યાના બાદ બે મહિના બાદ મહેબૂબાએ 2008થી 2014 સુધી નોંધાયેલા કેસોની સમીક્ષાનો આદેશ આપ્યો હતો. પહેલા તબક્કામાં 104 કેસ પાછા લઈને 634 યુવાનોને રાહત અપાઈ હતી. બુધવારે નિર્ણય સાથે પાછા ખેંચાયેલા કેસોની સંખ્યા 848 અને તેનાથી લાભાન્વિત યુવાનોની સંખ્યા 4,957 થઈ ગઈ છે.

 

આતંકવાદીઓને મારીને આતંકનો સફાયો નહીં થાય

 

જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જણાવ્યું કે આતંકવાદીઓને મારવાથી રાજ્યમાં આતંકવાદનો સફાયો કરી શકાશે નહીં. તેના માટે આતંકીઓની હત્યા કરતાં વધુ જરૂરિયાત ‘માનવીય દૃષ્ટિકોણ’ અપનાવવાની છે. અહીં પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં બુધવારે 947 નવા જવાનોની પાસિંગ આઉટ પરેડમાં મુખ્યમંત્રીએ કહ્યું, તમારે કાશ્મીર ખીણમાંથી આતંકવાદનો સફાયો કરવાનો છે, પરંતુ યાદ રાખો આતંકવાદીઓને મારી નાંખવાથી આતંકવાદનો ખાત્મો થઈ શકશે નહીં. તેમાં તેની પાછળનાં કારણો અને મૂળ સમસ્યાઓ પણ સમજવાની રહેશે. તેમણે આતંકીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવાનું પણ સમર્થન કર્યું.

 

આતંકવાદ બાદ આ છે સૌથી મોટો પડકાર

 

મુફ્તીએ કહ્યું કે રાજ્યમાં આતંકવાદ બાદ માદક દ્રવ્યોના સેવનમાં થતો વધારો અને મહિલાઓ વિરુદ્ધ વધતી હિંસા મોટો પડકાર છે.

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, સેના પર પથ્થરમારો કરતી કાશ્મીરી યુવતીની તસવીર...

અન્ય સમાચારો પણ છે...