• Gujarati News
  • National
  • MS Dhonis Aadhaar Card Application Form Leaked, UIDAI Blacklists Agency For 10 Years

ધોનીના આધારની વિગતો લીક એજન્સી 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી:  પૂર્વ ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોનીની આધારકાર્ડની વિગતો જાહેર કરવાની ઘટનાને ગંભીરતાપૂર્વક લેતા યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) એ ધોનીનું આધાર રજિસ્ટ્રેશન કરનારી એજન્સીને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી દીધી છે. UIDAI એ સાથે જ પ્રકરણમાં કોઇ અન્યની સંડોવણી છે કે કેમ, તેમજ કસૂરવારો સામે કાર્યવાહી કરવા તપાસના આદેશ પણ આપ્યા છે. UIDAIના સીઇઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું હતું કે અમે એમ.એસ. ધોનીનું આધાર રજિસ્ટ્રેશન કરનાર અને તેની અંગત માહિતી ધરાવતી રિસીપ્ટને લીક કરનારી એજન્સી વીએલઈ (વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર)ને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી દીધી છે. 

સાક્ષી અને પ્રસાદ વચ્ચેની ટિ્વટ
સાક્ષી: શું કોઇ પ્રાઇવસી રહી ગઇ છેω આધારની અરજી અને વિગત સહિતની માહિતી જાહેર સંપત્તિ બનાવી દેવાઇ છે. હું નિરાશ છું.
પ્રસાદ: ના શું આ ટિ્વટે અંગત માહિતીનો ખુલાસો કર્યો છે.
સાક્ષી: સર, ફોર્મમાં ભરેલી અંગત માહિતી લીક થઇ છે.
 સાક્ષી: સર હું CSCના ટિ્વટર હેન્ડલ પરથી તસવીર સાથે ટિ્વટ કરાયેલી અરજી વિશે વાત કરી રહી છું.
 પ્રસાદ: મારા ધ્યાનમાં લાવવા બદલ આભાર. અંગત માહિતી જાહેર કરવી ગેરકાયદે છે. આની સામે ગંભીર કાર્યવાહી થશે.
અન્ય સમાચારો પણ છે...