મધ્યપ્રદેશમાં હવે મકાનનું ભાડું સરકાર નક્કી કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ભોપાલ અને ઇન્દોરમાં ભાડા ટ્રિબ્યુનલ બનશે

મધ્યપ્રદેશ સરકાર હવે મકાનનું ભાડું પણ નક્કી કરશે. એના માટે એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. આ ટ્રિબ્યુનલ મકાનમાલિક અને ભાડુઆતના સંબંધો સુધારવાનું કામ કરશે. સાથે જ મકાનમાલિકને ભાડુઆત અને લોકોને ભાડાએ મકાન અપાવવામાં પણ મદદ કરશે. મધ્યપ્રદેશ પરિસર ભાડા અધિનિયમ ૨૦૧૨ હેઠળ બનાવેલા નવા નિયમોમાં આ જોગવાઇ છે. અત્યારે ભોપાલ અને ઇન્દોરમાં આવા ટ્રિબ્યુનલ બનાવાશે. ડિસેમ્બરમાં નવી સરકાર બન્યા પછી જ આ ટ્રિબ્યુનલ અસ્તિત્વમાં આવી જશે.

અત્યારે આ સ્થિતિ : મકાનમાલિક અને ભાડુઆત પોતાના સ્તરે કરાર કરે છે. શરતોની રૂપરેખા તૈયાર નથી. ભાડું વધારવા અંગે પણ કોઇ નિયંત્રણ નથી.કોઇ વિવાદ થાય છે તો બન્ને પક્ષોએ ર્કોટમાં જવું પડે છે.

હવે ત્રણ સ્તરની વ્યવસ્થા
૧ ભાડા નિયંત્રક અધિકારી ડેપ્યુટી કલેક્ટર કે તેના ઉચ્ચ સ્તરના અધિકારી. તેમની નિયુક્તિ જિલ્લા સ્તરે કલેક્ટર કરશે. ભાડુઆત અને મકાનમાલિકનું રજિસ્ટ્રેશન કરશે. ભાડું નક્કી કરશે. જરૂર પડશે તો બન્ને પક્ષોમાં વિવાદોનો પોતાના સ્તરે નિકાલ કરશે.

૨ ભાડા ટ્રિબ્યુનલ : તેમાં એક કે તેથી વધુ સભ્ય હશે. તેમને રાજ્ય સરકાર હાઇર્કોટ સાથે સલાહ કરીને નિયુક્ત કરશે. ભાડા નિયંત્રક અધિકારીના નિર્ણયથી અસંતુષ્ટ પક્ષ અહીં અરજી કરી શકશે.

૩ ભાડા એપેલેટ ટ્રિબ્યુનલ : વરિષ્ઠ જજની અધ્યક્ષતામાં બહુ-સભ્યવાળી ટ્રિબ્યુનલ. હાઇર્કોટની સલાહથી રાજ્ય સરકાર રચના કરશે. ભાડા ટ્રિબ્યુનલના નિર્ણયોને અહીં પડકારી શકાશે.