તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12 વર્ષ સુધીની બાળકી પર રેપ માટે થશે ફાંસી, MP કેબિનેટે લીધો નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભોપાલ: મધ્યપ્રદેશમાં હવે 12 વર્ષની વય સુધીની બાળાઓ સાથે દુષ્કર્મ અને મહિલા કે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કરનારા અપરાધીઓને ફાંસીની સજા આપવામાં આવશે. પ્રદેશમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેબિનેટે રવિવારે કાયદામાં મહત્વના સુધારાને મંજૂરી આપી દીધી છે. આ સુધારા ખરડો સોમવારથી શરૂ થઇ રહેલા રાજ્ય વિધાનસભાના શિયાળું સત્રમાં રજૂ કરવામાં આવશે.

 

રજૂઆત સાંભળ્યા વગર આરોપીઓના જામીન મંજૂર નહી કરાય


વિદ્યાર્થિનીઓ, યુવતીઓ અને મહિલાઓનો પીછો કરીને તેમની છેડતી કરનારા આરોપીઓને સખત સજાની સાથે એક લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરવામાં આવશે. લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરનારા આરોપીઓ માટે પણ સખત સજાની જોગવાઇ કરવામાં આવી છે. સરકાર અદાલતોને એવો આગ્રહ પણ કરશે કે દુષ્કર્મના મામલાઓમાં જિલ્લા સરકારી વકીલની રજૂઆત સાંભળ્યા વગર આરોપીઓના જામીન મંજૂર કરવામાં ન આવે.

 

મીડિયાને આ જોગવાઇઓની માહિતી આપી


સુધારા ખરડામાં 12 વર્ષથી વધુ વયની બાળા કે મહિલાઓ સાથે દુષ્કર્મના મામલાઓમાં ફાંસીની સજાની જોગવાઇ કરવામાં આવી નથી. આવા કેસોમાં હાલમાં જે કલમો હેઠળ કાર્યવાહી કે સજા થાય છે, એ જ થશે. નાણાપ્રધાન જયંત મલૈયાએ ફોજદારી કાયદા ખરડો વિધાનસભામાં રજૂ કરવામાં આવે તે પહેલા જ મીડિયાને આ જોગવાઇઓની માહિતી આપી છે.


કઇ કલમોમાં સુધારો


નાણામંત્રીએ જણાવ્યું કે કલમ 376 એ (એ), 376 ડી (એ)માં પરિવર્તનથી બાળાઓ સાથે દુષ્કર્મ અને યુવતીઓ સાથે સામૂહિક દુષ્કર્મ કરનારાઓને ફાંસી આપવામાં આવશે. લગ્નની લાલચ આપવાના મામલાઓમાં કલમ 394 (ક) અને છેડતી કરવા ટેવાયેલા અપરાધીઓ માટે કલમ 493 અને 493 (ક)માં સુધારા પ્રસ્તાવિત છે.

 

કાયદો લાગુ થવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે

 

વિધાનસભા પછી રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે

 

સવાલ: દેશમાં લાગુ કાયદા કે સજાની જોગવાઇમાં કોઇ રાજ્ય ફેરફાર કરી શકે છે?
જવાબ: હા, પરંતુ એના માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે.
સવાલ: સુધારા ખરડા પર કેબિનેટની મહોર લાગી ગઇ છે પરંતુ આ ક્યારથી લાગુ થશે?
જવાબ: સરકારે આને વિધાનસભામાં પાસ કરવું પડશે. રાજ્યપાલની મંજૂરી પછી સુધારો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે. ગૃહ મંત્રાલય તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલશે. ત્યાર પછી આ કાયદાનું સ્વરૂપ લેશે.
સવાલ: સમગ્ર પ્રક્રિયામાં કેટલો સમય લાગી શકે છે ?
જવાબ: મંજૂરીની પ્રક્રિયામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે. મંજૂરી મળતા જ સરકાર કાયદો લાગુ કરી શકે છે.
(જેવું સુપ્રીમના વકીલ અને રાજ્યસભાના સભ્ય વિવેક તન્ખાએ બતાવ્યું.)

 

 

 

મ.પ્ર.માં બાળકીનાં દુષ્કર્મીને હવે ફાંસી

 

-ચર્ચા દરમિયાન પોલીસ ઓફિસરોએ ફાંસીની સજાને કડક બતાવી તો શિવરાજે કહ્યું કે હત્યાના આરોપીઓને ફાંસીની સજાની પણ જોગવાઈ છે પરંતુ કેટલાને ફાંસી થઈ? તેથી મોટાભાગના ગેંગરેપના મામલામાં હળવાશથી કામ નહીં ચાલે. ફાંસીની સજાની જોગવાઈ જરૂરી છે. જે બાદતમામ આ માટે સહમત થયા હતા.
- એકવાર છેડછાડની સજા મળ્યા બાદ જો આરોપી આ પ્રકારની ઘટનાને પુનઃ અંજામ આપશે તો તેની સામે ગુનેગારો જેવું વર્તન કરાશે અને સજા પણ કડક બનાવાશે.
ચર્ચા દરમિયાન મંત્રીએ ઉઠાવ્યા હતા સવાલ
- ગત મંગળવારે થયેલા કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ ટાળવામાં આવ્યો હતો. ત્યારે ચર્ચા દરમિયાન મંત્રીએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે જો ફાંસીની સજાની જોગવાઈ રાખવામાં આવશે તો રેપ કરનારો વ્યક્તિ ફાંસીના જરતી બાળકી કે વિક્ટિમને મારી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...