તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટા: 20 વર્ષીય વહુને ભણાવવા અભણ સાસુ કામવાળી બન્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોટા: અનંતપુરામાં રહેતી 47 વર્ષીય ગીતાબાઈને હંમેશા એક વાતનો રંજ રહેતો કે ન તો તે પોતે ભણી શકી અને આર્થિક તંગીને કારણે દીકરીને પણ ન ભણાવી શકી. પરંતુ જ્યારે પાંચ મહિના પહેલાં દીકરાનાં લગ્ન થયાં અને વહુએ વધુ ભણવાની ઇચ્છા વ્યક્ત કરી તો ગીતાબાઈએ તરત જ હા પાડી દીધી. તેની 20 વર્ષીય વહુ રુમાલી 11મા ધોરણ સુધી ભણી હતી. ત્યાર બાદ તેનાં લગ્ન થઈ ગયાં હતાં.

ગીતાબાઈએ નક્કી કરી લીધું કે તે વહુને જરૂરથી ભણાવશે. શરૂઆતમાં તો સમાજની બીકે પતિ અને દીકરાને વાત કરવાની હિંમત નહોતી એકઠી કરી શકી. પરંતુ બંનેને વાત કરીને મનાવી લીધા. ત્યાર પછી ફરીથી નાણાંનું સંકટ ઊભું થયું. પરંતુ ગીતાએ વહુને ભણાવવા માટે નક્કી કરી લીધું કે તે ઘરકામ કરશે. તેણે રુમાલીનું એડમિશન ખાનગી શાળાનાં 12મા ધોરણમાં કરાવી દીધું. તે રોજ તેને યુનિફોર્મ અને ટિફિન તૈયાર કરી આપે છે. પોતાની ત્રીજા ધોરણમાં ભણતી નણંદ સાથે રુમાલી સ્કુલે જાય છે. પૈસાની અછત હોવા છતાં ખાનગી શાળામાં એડમિશન લેવા અંગે ગીતાએ જણાવ્યું હતું કે સરકારી સ્કુલમાં ભણવાનું નથી થતું તેથી વહુ માટે આર્થિક તંગી હોવા છતાં ખાનગી શાળામાં પ્રવેશ લીધો. તે ઇચ્છે છે કે વહુ ભણી-ગણીને પગભર બને.

રુમાલી નાની નણંદને પણ ભણાવે છે

વહુ રુમાલીની નાની નણંદ ત્રીજા ધોરણમાં ભણે છે. રુમાલી પોતે પણ ભણે છે અને તેને પણ ભણાવે છે. રુમાલીનાં સ્કુલે જવાથી આખો પરિવાર ખુશ છે. ગીતાનાં આ પગલાંને કારણે ઇનરવ્હીલ ક્લબે તેનું સન્માન પણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો