• Gujarati News
  • More Than 6700 People Join With Bhaskar Computer Training

આજે મને પણ કમ્પ્યૂટર ચલાવતા આવડે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલ: આજે મને પણ કમ્પ્યૂટર ચલાવતા આવડે છે. ખૂબ જ ગર્વ સાથે કહેવું છે જોધપુરના નિવૃત્ત સિવિલ જજ ડો. સુખરાજ ભંડારીનું. ભાસ્કર દ્વારા આયોજિત કમ્પ્યૂટર ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાઈ ચૂક્યા છે તેવા હજારો ગૃહિણીઓ અને સિનિયર સિટિઝન્સની વાતોમાંથી કંઈક આવો જ આત્મવિશ્વાસ પ્રગટે છે.
10 રાજ્યોના 34 શહેરોમાં આયોજિત કરાયેલા આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં અત્યાર સુધી 6700થી વધુ લોકો કમ્પ્યુટરનું જ્ઞાન મેળવી ચૂક્યા છે. આ વર્ષે આ પ્રોગ્રામમાં 12,000થી વધુ ગૃહિણીઓ અને સિનિયર સિટિઝન્સને કમ્પ્યુટર ટ્રેનિંગ આપવાનું લક્ષ્ય રખાયું છે. અલગ-અલગ બેચમાં ભાસ્કરની ઓફિસોમાં આ ટ્રેનિંગ અપાય છે.

ડો. ભંડારી કહે છે કે આજે 21મી સદીની પેઢી સ્કૂલમાં જ કમ્પ્યૂટર શીખીને તેમાં નિષ્ણાત થઈ રહી છે. સિનિયર સિટિઝન પણ કમ્પ્યૂટર શીખવા માગે છે. ભાસ્કરે તેમને એક સારી તક અને પ્લેટફોર્મ આપ્યું છે, તે પણ નિ:શુલ્ક. ડો. સુખરાજ ભંડારીની જેમ મોટાભાગના લોકોએ પણ ભાસ્કરના આ પ્રોગ્રામના વખાણ કર્યા અને તેને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તનનું સાધન ગણાવ્યું છે.
પપ્પા તમે શીખો, હું કમ્પ્યુટર ખરીદી આપીશ

અનેક વખત મનમાં આવ્યું કે કમ્પ્યૂટર શીખવું જોઈએ, પરંતુ સંકોચ થતો હતો. ભાસ્કરે આ સંકોચ તો દૂર કરી દીધો. જ્યારે આ પ્રોગ્રામ અંગે જાણ થઈ તો લુધિયાણામાં નોકરી કરતા પુત્ર અને દોહામાં વસેલી પુત્રીએ મને ટ્રેનિંગ માટે પ્રોત્સાહન આપ્યું. પુત્રીએ ત્યાં સુધી કહી દીધું કે તમે શીખો, હું જૂનમાં રાંચી આવી રહી છું. કમ્પ્યુટર ખરીદી આપીશ. - પ્યારે મોહન શરણ, રાંચી
વિશ્વાસથી કમ્પ્યૂટર પર કામ કરું છું

ઓનલાઈન માર્કેટની જાણ થઈ. કોર્સમાં નાની-નાની વસ્તુ ખબર પડી કે સામાન કેવી રીતે ખરીદવાની છે, કેવી રીતે વેચવાની છે, મેટર કેવી રીતે મોકલવાની છે. પતિ સીએ છે, તેમની ઓફિસમાં પણ મેં મદદ કરવાનું શરૂ કરી દીધું છે. હું હવે વિશ્વાસથી કમ્પ્યુટર પર કામ કરવા લાગી છું. - નસીમ બાનો, બીકાનેર
નવા કામમાં મદદ મળી રહી છે

મેં પ્રોપર્ટી ડીલરનું કામ શરૂ કર્યું છે, જેમાં કમ્પ્યૂટર શીખવાનો ફાયદો મળી રહ્યો છે. કોઈપણ પ્લોટ જોયા બાદ તેનો ડેટા એક્સેલમાં અને ફોટો નેટ પર સરળતાથી નાંખી શકું છું. અન્ય માહિતી ઈન્ટરનેટ પરથી મેળવી શકું છું, જે મારા માટે અત્યંત ઉપયોગી છે. - અરુણ કુમાર યોગીપુર, પટણા