ઉત્તર ભારતમાં ઠંડીથી વધુ ૪૦નાં મોત, મૃત્યુઆંક ૨૩૦ થયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં મંગળવારે લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાથી લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે પરંતુ ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં ૪૯ વર્ષ બાદ પારો શૂન્યની પહોંચી ગયો છે. જ્યારે કાનપુરમાં તાપમાન ૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

છેલ્લા ૨૪ કલાકમાં કાતિલ ઠંડીએ વધુ ૩૧ લોકોનો ભોગ લેતા દેશમાં ઠંડીનો મૃત્યુઆંક વધીને ૨૩૦ થઇ ગયો છે. રાજસ્થાનમાં પાંચ, પશ્ચિમ બંગાળમાં ચાર લોકો માર્યા ગયા છે. રાજસ્થાનના ચુરૂમાં લઘુતમ તાપમાન ૧.૭, માઉન્ટ આબુમાં માઇનસ ૦.૫ અને પિલાનીમાં શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.