સંસદમાં આજે પણ હોબાળાની શક્યતા, વિપક્ષ ઉઠાવશે ધારાસભ્યો, ભીડની હિંસાનો મુદ્દો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોના મુદ્દે સોમવારે રાજ્યસભામાં ભારે હોબાળો જોવા મળ્યો. જેના પરિણામે થોડા સમય માટે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પોલીસે ધારાસભ્યોને બાનમાં લીધા છે. ભાજપ, કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ-વેચાણ કરી રહ્યાં છે. તો, લોકસભામાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરકાર પરોક્ષ રૂપથી વીએચપી, બજરંગ દળ જેવા જૂથ અને ગૌરક્ષકોને સપોર્ટ કરે છે.
 
22 ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયા ઓફર કરાયાં
 
- કોંગ્રેસે રવિવારનાં રોજ બેંગાલૂરુમાં મીડિયાની સામે પોતાના 42 ધારાસભ્યોની પરેડ કરાવી હતી. કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો હતો કે તમામ ધારાસભ્યો પોતાની ઈચ્છાથી અહીં આવ્યાં છે અને પાર્ટીમાં કોઈ જ કલેશ નથી.
- ગોહિલે આરોપ લગાવ્યો હતો કે 8 ઓગષ્ટનાં રોજ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ માટે ભાજપ તેના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરી રહ્યાં છે. 22 ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયાની ઓફર કરી છે.
- ગોહિલે તેમ પણ કહ્યું કે ગુજરાતના ધારાસભ્યો મોજમસ્તી માટે અહીં નથી આવ્યાં પરંતુ લોકશાહીને બચાવવા માટે તેઓ લડી રહ્યાં છે.
 
વિપક્ષનો સતત હોબાળો
 
- રાજ્યસભામાં બુધવારે સત્તા પક્ષ અ વિપક્ષ વચ્ચે સ્થગન પ્રસ્તાવને લઈને ભારે વાદવિવાદ થયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સ્પીચ પર પણ હંગામો થયો હતો. ગૃહની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવી પડી હતી.
- અરૂણ જેટલીએ કહ્યું હતું કે, પબ્લિસિટી માટે સ્થગન પ્રસ્તાવનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસે આરોપ લગાવ્યાં કે સરકાર મહાત્મા ગાંધી, જવાહર લાલ નહેરૂ અને ઈન્દિરા ગાંધીને સાઈડલાઈન કરવાનું કામ કરી રહી છે. રાષ્ટ્રપતિએ પોતાની સ્પીચમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાયની તુલના મહાત્મા ગાંધી સાથે કરી હતી.
- રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા બાદ રામનાથ કોવિંદે પોતાની સ્પીચમાં મહાત્મા ગાંધી, દિનદયાળ ઉપાધ્યાય, રાજેન્દ્ર પ્રસાદ, રાધાકૃષ્ણન, ડો.અબ્દુલ કલામ અને પ્રણવ મુખરજીનો ઉલ્લેખ કર્યો હતો.
 
આ કારણસર થયો હતો ભારે હોબાળો
 
- રાજ્યસભામાં મામલો ત્યારે ગરમાયો જયારે ઉપસભાપતિ પી.જે.કુરિયને કોંગ્રેસના આનંદ શર્માને પોતાની વાત નિયમ 267 અંતર્ગત રાખવાનું કહ્યું.
- જેટલીએ કહ્યું હતું કે, “ અમે જોઈ રહ્યાં છીએ કે મામલાને નિયમ 267 અંતર્ગત નથી લાવવામાં આવી રહ્યો. આનો ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. શૂન્યકાળનો ઉપયોગ ટીવી કેમેરા પર ફાયદો મેળવવા માટે ન થઈ શકે. શર્માજીના નિવેદનને કાર્યવાહીથી હટાવી દેવો જોઈએ. જો કોઈ સભ્ય સમજૌતા બ્લાસ્ટનો મામલો લાવવા માગે છે તો તેને અનુમતિ આપવી જોઈએ.”
અન્ય સમાચારો પણ છે...