તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી ચોમાસુ સત્ર શરૂ: સરકારનો ટોપ એજન્ડા GST, કાશ્મીર મુદ્દે વિપક્ષ કરશે વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. કોઈપણ બિલ પસાર થાય તે પહેલાં કાશ્મીરમાં શરૂ થયેલી હિંસા વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વિશે કોંગ્રેસે રાજ્યસભામાં સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુલામનબી આઝાદે કહ્યું છે કે, કાશ્મીરમાં હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિ તો 1990માં પણ નહોતી. અમે આતંકવાદના મુદ્દે સરકાર સાથે છીએ. પરંતુ કાશ્મીરમાં સામાન્ય જનતાને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કાશ્મીર હિંસા અંગે જણાવ્યું કે પાકિસ્તાન કહેવા ખાતર તો પાક છે પરંતુ ઇરાદા નાપાક છે. ઇસ્લામના નામે ભારતથી અલગ થઇ ગયું પરંતુ પોતાનું ઘર ન બચાવી શક્યું.
તેમણે સોમવારે કાશ્મીરમાં હિંસા અંગે રાજ્યસભામાં જણાવ્યું કે પાડોશી દેશ પોતાને ત્યાં તો આતંક અટકી શકી રહ્યું નથી અને અમારી અાંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. બ્લેક ડે મનાવી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે પાકિસ્તાન કાશ્મીર ખીણના યુવાઓને ભડકાવવાની કોશિશો બંધ કરે. કાશ્મીરમાં જનમત સંગ્રહ અંગે તેમણે જણાવ્યું કે આ અપ્રાસંગિક છે. તેમણે લઘુમતીઓને કહ્યું કે અમારા પર વિશ્વાસ કરો, આપણે સાથે મળીને દરેક મુશ્કેલી દૂર કરીશું. બે ભાગમાં વિભાજિત પાકિસ્તાન ભારતના મુસ્લિમોની શું વાત કરશે, તે પહેલા પોતાને જુએ.આઝાદે બીજેપી-પીડીપી પર સાઘ્યુ નિશાન...
- કોંગ્રેસ નેતાએ કહ્યું કે, વધારે ફોર્સનો ઉપયોગ કરવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવશે. કોઈકે આ મામલે જવાબદારી લેવી પડશે.
- અત્યારે પણ 10 જિલ્લા પ્રભાવિત છે.
- આ બીજેપી અને પીડીપી સરકાર વચ્ચેનું પરિણામ છે.
અરુણ જેટલીએ આપ્યો જવાબ
- રાજ્યસભામાં સતા પક્ષના નેતા અરુણ જેટલીએ કોંગ્રેસને આ વિશે જવાબ આપ્યો છે.
- તેમનું કહેવું છેકે, અમને અપેક્ષા છે કે આપણે આંતરિક મતભેદથી ઉપર આવીએ.
- અમારા માટે દેશ સર્વોપરી છે. જેમાં લાભ હોય તે વિશે વિચારવામાં આવે છે.
- માત્ર એવુ વિચારવામાં આવે કે બીજેપી-પીડીપીનું ગઠબંધન સરકાર વિરુદ્ધમાં છે, તો તે માત્ર રાજકીય વિચાર છે.
- બનેલી સરકારને તોડી દેવી, અસ્થિરતા ઊભી કરવી, તે આજે ત્યાંની એક વાસ્તવિકતા છે.
લોકસભા થઈ 20 મિનિટમાં સ્થગિત
સંસદમાં આજથી શરુ થયેલું ચોમાસુ સત્ર 20 જ મિનિટમાં સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આજે સત્રની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કેબિનેટ મિનિસ્ટર્સનો પરિચય કરાવ્યો હતો. ત્યારપછી સ્પીકર સુમિત્રા મહાજને 1 જૂનના રોજ નિધન પામેલા મધ્ય પ્રદેશના શહડોલના સાંસદ દલપત સિંહ પરાસ્તેને શ્રદ્ધાંજલિ આપીને લોકસભા મંગળવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે નવા રાજ્યસભાના સભ્યોએ પણ શપથ લીધા હતાં.
સત્રની શરૂઆતમાં શું કહ્યું પીએમ મોદીએ...
- ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ સેશનમાં સારી ચર્ચા થવાની અપેક્ષા છે. જેનાથી દેશને નવી દિશા મળી શકે છે.
- સત્રના એક દિવસ પહેલાં જ દરેક પક્ષ સાથે વાત કરવામાં આવી છે. તેઓ પણ દેશમાં વિકાસ થાય તેવા મુડમાં છે.
- દરેક પાર્ટી સાથે વિકાસલક્ષી ચર્ચા થવાનો અંદાજ છે.
રાજ્યસભાની અપડેટ્સ
- રાજ્યસભા 10 મિનિટ માટે 12.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
- રાજ્યસભામાં માયાવતીએ ગુજરાતમાં દલિતો સામે થતાં અત્યારના મુદ્દાને ઉઠાવ્યો હતો.
- અમુક રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે રાજ્યસભામાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો.
- નવા રાજ્યસભાના સભ્યોએ શપથ લીધા.
- રાજ્યસભામાં પહોંચેલી મીસા ભારતીએ પગથિયાને પગે લાગીને કર્યો પ્રવેશ.
ઓલ પાર્ટી મીટિંગમાં શું કહ્યું વડાપ્રધાને...
- ઓલ પાર્ટી મીટિંગ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન તરફથી બોલાવવામાં આવી હતી.
- મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'જીએસટી દેશનો મહત્વનો મુદ્દો છે. મુદ્દો એ છે કે કઈ સરકારને તેની ક્રેડિટ મળશે. મહત્વનું એ છે કે, ચોમાસા સત્રમાં જીએસટી સહિત તમામ જરૂર બિલ રજૂ કરવામાં આવે અને તેના પર અર્થપૂર્ણ ચર્ચાઓ થાય અને પરિણામો સામે આવે.'
- 'અમે તમામ જનતા અને દળો રજૂ કરીએ છીએ, એટલા માટે દેશના હિતને અન્ય વસ્તુથી ઉપર રાખો.'
- સૂત્રો પ્રમાણે મોદીએ કાશ્મીર મુદ્દા પર એક સૂરમાં બોલનાર તમામ પાર્ટીઓનો આભાર માન્યો હતો.
- મીટિંગમાં સમાજવાદી પાર્ટી નેતા નરેશ અગ્રવાલે જીએસટી બિલ પર સરકારનું સમર્થન કરવાની વાત કહી હતી.
- સીનિયર બીજેપી નેતા વેંકૈયા નાયડૂએ કહ્યું કે, 'મોટાભાગના રાજ્યો જીએસટી બિલની તરફેણમાં છે, કોઈ પણ પાર્ટીએ તેનો વિરોધ નથી કર્યો, અમને વિશ્વસ છે કે, આ બિલ પાસ થશે.'
કોંગ્રેસેનું શું કહેવું છે?
- રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબિ આઝાદે કહ્યું કે, 'કોંગ્રેસ દેશ, જન અને વિકાસ હિતમાં દરેક બિલ્સનું સમર્થન કરશે.'
- જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, 'અમે જીએસટી પર સરકાર તરફથી એક કોન્ક્રીટ ડ્રાફ્ટ પ્રપોઝલ ઈચ્છીએ છીએ. અમે જોઈશું કે 3 વિવાદિત મુદ્દા પર તેમનું(સરકાર) શું કહેવું છે.'
- આ અગાઉ શનિવારે સોનિયા અને રાહુલે પાર્ટી નેતાઓ સાથે મીટિંગ કરીને જીએસટી સહિતના તમામ મહત્વના મુદ્દા પર કોંગ્રેસની સ્ટ્રેટેજી તૈયાર કરી હતી.
- મીટિંગમાં આઝાદ, સિંધિયા અને આનંદ શર્મા સિવાય અન્ય સિનિયર લીડર્સે પણ ભાગ લીધો હતો.

આ છે મહત્વના બિલો
- સરકારની યોજના 18 જુલાઈથી શરૂ થતા ચોમાસા સત્રમાં જીએસટી બિલને રાજ્યસભામાં બંધારણીય સુધારા માટે રાખવાની છે.
- અન્ય મહત્વના બિલ્સમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2015, અનામિક વ્યવહારો (પ્રતિબંધ) સુધારા બિલ 2015, લોક પાલ એન્ડ લોકાયુક્ત અને અધર રિલેટેડડ લો(સુધારા બિલ) સામેલ છે.
- બીજી તરફ, વિપક્ષે ચોમાસા સત્રમાં અરુણાચલ, એનએસજી અને કાશ્મીર હિંસાના મુદ્દે સરકારને ઘેરવાની પણ યોજના બનાવી છે.

વિપક્ષોના મુખ્ય મુદ્દાઓ
- ઉત્તરાખંડ-અરુણાચલમાં રાજ્યપાલો મારફતે સરકાર ઊથલાવવા
- એનએસજીનું સભ્યપદ મેળવવામાં મળેલી નિષ્ફળતા.
- કાશ્મીરમાં 10 દિવસથી ચાલી રહેલી હિંસા અને વિરોધ પ્રદર્શનો.
- ખેડૂતો ઉપર વધી રહેલું દેવું અને કૃષિ ક્ષેત્રની બગડતી સ્થિતિ.
- દાળ સહિત જરૂરી વસ્તુઓના ભાવમાં થઈ રહેલો તીવ્ર વધારો.

સંસદમાં 56 બિલ પડતર
- 18 જુલાઈથી 12 ઓગસ્ટ ચોમાસું સત્ર ચાલશે, 20 બેઠકો થશે
- સરકારે સંસદમાં 16 બિલ રજૂ કરવા દરખાસ્ત મૂકી છે
- 3 બિલ વટહુકમની જગ્યા લેવા માટે રજૂ કરાશે
- 56 બિલ પડતર છે, 11 લોકસભા અને 45 રાજ્યસભામાં

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો