• Gujarati News
  • Modis Team And Tentative Members Advani Expresses Reservations

મળો ટીમ મોદીના 10 સંભવિતોને, અડવાણીએ ફેલ કર્યો મોદીનો ગેમ પ્લાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2014 માટે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તૈયાર કરેલી બ્લુ પ્રિન્ટને ભાજપના પૂર્વ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ફગાવી દીધી હતી. આથી સંસદીય બોર્ડમાં કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. નવા પ્લાન સાથે તા. 8મી જુલાઈના ફરી એક વખત મોદી નવીદિલ્હી આવશે. ત્યારે તેમની યોજના પર વિચાર કરવામાં આવશે.

ગુરુવારે ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોમાં પક્ષની રણનીતિ, ઉમેદવાર પસંદગીની રીત, ફીડબેક, મતોનું ધ્રુવીકરણ, ઉપયોગી વ્યક્તિની પસંદગી વગેરે મુદ્દે અભિપ્રાય રજુ કર્યા હતા. સૂત્રોના મતાનુસાર અડવાણીએ, મોદીના મોટા ભાગના પ્લાનને અપૂરતો ગણાવ્યો હતો. તે પછી નક્કી થયું કે હવે સુધારેલા પ્લાન પર સંસદીય બોર્ડ ફરીથી વિચાર કરશે.

નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચાર સમિતિમાં નવા અને અનુભવીઓનું મિશ્રણ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સમિતિમાં સામેલ નેતાઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં અને તેને લાગૂ કરવાનું કામ કરશે. અટકળો વહેતી થઈ છે કે, મોદી આગામી ચૂંટણીઓ દરમિયાન લોકસભાની વારણસી બેઠક પરથી મેદાનમાં ઉતરશે.

શું છે મોદીની યોજના. વાચંવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.