ગુજરાતનો કસાઈ છે મોદી: તૃણમુલ કોંગ્રેસનો વળતો ઘા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જે વ્યક્તિ પત્નીનું ધ્યાન ન રાખી શક્યો, તે વ્યક્તિ દેશનું ધ્યાન કેવી રીતે રાખશે?

તૃણમુલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર ભાજપના આરોપોનો જવાબ દેતા તેમને ગુજરાતના કસાઈ કહ્યાં છે. પાર્ટીના પ્રવક્તા ડેરિક ઓબ્રેયને ટ્વિટ કરતા કહ્યું હતું, "ગુજરાતનો કસાઈ આકાશમાંથી બંગાળમાં ઉતર્યો છે. તેની પાસે બંગાળના વિકાસના મોડલનો કોઈ જવાબ નથી. એટલે વ્યક્તિગત હુમલાઓ કરે છે. ઓબ્રેયને અન્ય એક ટ્વિટમાં કહ્યું, " જે વ્યક્તિ તેની પત્નીનું ધ્યાન ન રાખી શક્યો, તે આ મહાન દેશનું ધ્યાન કેવી રીતે રાખશે?" ઓબ્રેયને ઉમેર્યું હતુંકે, ચૂંટણી ફંડમાં પારદર્શકતા લાવવા દીદીએ ચિત્રો વેંચ્યા હતા. મોદીએ દીદીના ચિત્રો અંગે કરેલી ટિપ્પણીને સાબિત કરવી જોઈએ અથવા તો બદનક્ષીના કેસ માટે તૈયાર રહેવું જોઈએ.
સોમવારે સવારે ડેરિક ઓબરેયન અને પાર્ટીના મહાસચિવ મુકુલ રોયે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કહ્યું હતું કે, મોદી પૂરાવા આપે અથવા માફી માંગે. જો મોદી માફી નહીં માગે તો તેમની સામે બદનક્ષીનો કેસ કરવામાં આવશે.

ભાજપની પ્રતિક્રિયા

ભાજપના નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસે ટીકાઓને પચાવતા શીખવું જોઈએ. કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી. પરંતુ ટીકા પચાવવી જરૂરી છે.

શું હતું મોદીનું નિવેદન, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.