એક ભાઇ માટે મોદી સારા તો બીજા કહી રહ્યા છે કે દેશ માટે ખતરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેમ્પેઇન કલર્સ:
હૈદરાબાદમાં જ્યાં એક તરફ જનમોરચાના સ્થાપક પવન કલ્યાણ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા છે.બીજી તરફ તેમના ભાઇ અને કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી ચિરંજીવી મોદીને દેશ માટે ખતરો કહી રહ્યા છે. ચિરંજીવી અહીં જ નથી અટકતા. તેઓ કહે છે કે , ' મોદીએ એ ના કહ્યું કે ગુજરાતમાં ૨૦૦૨માં રમખાણો શા માટે થયાં.ના તેના માટે માફી માંગી.’ ચિરંજીવીએ તેલુગુ દેશમ પાર્ટીના એન.ચંદ્રાબાબુ નાયડુ પર પણ પ્રહાર કર્યા. કહ્યું કે ,' નાયડુ ચૂંટણી જોડાણ વિના ચૂંટણી લડી શકે તેમ નથી. તેઓ તો ગજની થઇ ગયા છે. વીતેલી બધી વાતો ભૂલી ગયા છે. નાયડુ પોતાના જૂઠાં વચનો ભૂલી ગયાં છે ,જેને તેઓ ક્યારેય પૂરાં કરી શકે તેમ નથી.