તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તા. 16મી જુલાઈએ જગન્નાથ પુરી જશે મોદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તા. 16મી જુલાઈએ ઓડિશા જશે. તેઓ અહીં ભગવાન જગન્નાથના દર્શન કરશે. તેમનો માત્ર એક જ દિવસનો કાર્યક્રમ છે,

ઓડિશા ભાજપના અધ્યક્ષ કે. વી. સિંગદેવના કહેવા પ્રમાણે, મોદી ભગવાન જગન્નાથના પરમ ભક્ત છે અને દર વર્ષે રથયાત્રા દરમિયાન તેઓ છેડા પંદ્રા કરે છે. મતલબ કે તેઓ ભગવાનના રથને સાફ કરે છે. સિંગદેવના કહેવા પ્રમાણે, આ મુલાકાતનો એકમાત્ર હેતુ ભગવાનના આશીર્વાદ લેવા માટે આવી રહ્યાં છે.

શ્રી જગન્નાથ મંદિરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તા. 16મી જુલાઈએ સંક્રાતનો દિવસ છે. જે ખૂબ જ પવિત્ર દિવસ છે. આ દિવસે ભગવાન જગન્નાથની પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે. ભગવાનના મામાના ઘર શ્રી ગુંડિચાની મુલાકાત લે તેવી પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે નવીન પટનાયક અગાઉ જ કહી ચૂક્યા છે કે, મોદીની ભાજપમાં પદોન્નતિ રાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર્ય નથી.