મોદીને મળશે Nuclear હુમલાની ચાવી, કેવી રીતે વાંચો...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે સાંજે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ સાથે જ તેમને ઔપચારિક રીતે દેશના નાના-મોટા નિર્ણયો લેવાનો હક્ક મળી જશે. આપત્તિની સ્થિતિમાં પરમાણુ હુમલો કરવાના આદેશ આપવાનો હક્ક પણ મોદીને મળી જશે.

જાણકારોના કહેવા પ્રમાણે, શપથ બાદ તરત જ નરેન્દ્ર મોદીને વર્તમાન નેશનલ સિક્યુરિટી એડવાઈઝર શિવશંકર મેનન ભારતની સૈન્ય શક્તિને લગતી ગુપ્ત માહિતી તેમને સોંપશે. ઉપરાંત દેશના પરમાણુ વિભાગને લગતા અધિકારીઓ મોદીને હથિયારોની ક્ષમતા, તેમના લોકેશન્સ, ભારત પાસે રહેલા હથિયારોની સંખ્યા અને તેમના લોકેશન્સને લગતી માહિતી સોંપશે. ન્યુક્લિયર હુમલો થાય તો તેના જવાબમાં કયા કોડ્સ નાખવાના રહે, તેની માહિતી પણ મોદીને આપશે.

મોદીને મળશે ટોપ સિક્રેટ માહિતી
મોદી વડાપ્રધાન બનશે એટલે ત્રણેય સેનાઓના વડા સામરિક તૈયારીઓ, ક્ષમતાઓ તથા વર્તમાન જોખમો અંગેની ગુપ્ત માહિતી મોદીને આપશે. સેના પ્રમુખ બિક્રમસિંહ આજથી વિદેશ પ્રવાસ પર જવાના હતા. પરંતુ તેમણે પ્રવાસ રદ્દ કર્યો છે. જેથી કરીને તેઓ ગુપ્ત માહિતી આપી શકે. આ કાર્યક્રમમાં નેવી ચીફ રોબિન ધવન તથા વાયુદળના વડા અરૂપ સહા પણ હશે. ભારત પાસે વાયુ, જમીન અને દરિયાઈ માર્ગે હુમલો કરવાની ક્ષમતા છે. હાલમાં ભારતે no first-use policy અપનાવી છે. જો કે, ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે, તે આ નીતિ પર પુનઃવિચાર કરશે.
મોદીને કયા-કયા અધિકારો મળશે, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.