મોદીનું તો નામ ચડ્યું, આ કારણોથી કોસ્ટલ કર્ણાટકમાં ભાજપનો પરાજય થયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોદીએ મેંગ્લોર-બેલગામમાં સંબોધી હતી સભાઓ, ઉખાડેલા પાર્ટીના પરંપરાગત મુદ્દાઓ

બુધવારે કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામો આવ્યા હતા, જેમાં ભાજપનો કારમો પરાજય થયો હતો ભાજપનો પરાજય નિશ્ચિત તો હતો, પરંતુ આવી ધોબી પછાડ મળશે તેવી ભાજપના નેતાઓને કલ્પના ન હતી. બેંગ્લોર, મેંગ્લોર અને બેલગામમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો, પરંતુ તેઓ મેજીક ઊભું કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

કોંગ્રેસ અને મીડિયા ચેનલ્સે કરેલ વિશ્લેષણમાં તારણ બહાર આવ્યું હતું કે, કોસ્ટલ કર્ણાટક વિસ્તારમાં ભાજપના ખાસ સફળતા મળી ન હતી. એ વાત ખરી કે મોદીનો જાદુ ચાલ્યો નહીં, પરંતુ આ પરિણામોમાં સ્થાનિક પરીબળોએ મોદી કરતાં મોટો ભાગ ભજવ્યો હતો, જેનાં કારણે ભાજપનો કારમો પરાજય થયો હતો.

શા માટે મેંગ્લોર પ્રદેશ ભાજપ માટે મહત્વપૂર્ણ હતો અને શા માટે અહીં ભાજપનો પરાજય થયો વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.