મોદીને મળવા ધક્કા-મુક્કી, વડાપ્રધાન-સોનિયા મળી શક્યા પણ નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ભીડ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી)
નવી દિલ્હીઃ શુક્રવારની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા 'એટ હોમ' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા અને સાંભળવા માટે વીઆઇપીઓ વચ્ચે ધક્કા મુક્કી થઈ હતી. દેશના 68માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં મોદીને મળવા અને વાત કરવા માટે લોકોએ ભારે ભીડ જમાવી હતી. આ લોકો સાથે થોડાં સમય સુધી વાતચીત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ સુરક્ષા કારણોસર દૂર હટવુ પડ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં લગભગ 3000 લોકો હાજર હતા. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ વડાપ્રધાન વાતચીત કરી શક્યા નહોતા. સોનિયા ગાંધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતાં.
સુરક્ષા ઘેરો તોડ્યો
નરેન્દ્ર મોદીએ સુરક્ષા ઘેરો તોડીને લોકો સાથે મુલાકાત કરી હતી. મોદીનો ઓટોગ્રાફ લેવા માટે પણ ભારે ભીડ જામી હતી. અમુક લોકો વડાપ્રધાન સાથે હાથ મિલાવવા તો કોઈ માત્ર સ્પર્શ કરવા માગતા હતાં.
મોદીનો જવાબ

રાષ્ટ્રપતિ ભવનમાં એકઠા થયેલા લોકોને મોદીએ કહ્યું કે દેશના વિકાસ માટે સૌએ સાથે મળીને કામ કરવુ પડશે. દેશને આગળ લઈ જવા સૌના સહયોગની જરૂર છે.