તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Modi Might Repeat Martin Luther King Moment With Obama During His India Visit Modi Might Join Him

ક્યારે ઓબામાની 'ચાલતી ગાડીમાં' અણધાર્યાં બેસી જશે મોદી?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(માર્ટિન લ્યુથર કિંગના સ્મારકે મોદીની સાથે ઓબામા)
*અમેરિકાની 'માર્ટિન લ્યુથર કિંગ મોમેન્ટ'ને દોહરાવવાની વડાપ્રધાનની ગણતરી

નેશનલ ડેસ્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની ગણતંત્ર દિવસ પરેડ પર ભારત આવી રહ્યાં છે. ત્યારે ઓબામાની 'માર્ટિન લ્યુથર કિંગ મોમેન્ટ'ને વડાપ્રધાન મોદી રીપિટ કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પ્રત્યે સન્માન દેખાડવા મોદી આવું કરી શકે છે.

શું થયું હતું અમેરિકામાં ?

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત ભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા. તે સમયે મોદીની માર્ટિન લ્યુથર કિંગ જુનિયર (જેમની ચળવળ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ચળવળથી પ્રેરિત હતી.) સ્મારકની મુલાકાત સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમનો વ્યસ્ત કાર્યક્રમ છોડીને અચાનક જ મોદી સાથે જોડાઈ ગયા હતા. ઓબામાના આ સૌજન્યશીલ વ્યવહારની ભારત તથા અમેરિકાના અખબારોમાં ખાસ્સી ચર્ચા થઈ હતી.

મોદીની સરપ્રાઈઝ અને તેના સૂચિતાર્થો
સામાન્ય રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા દરમિયાન કોઈપણ દેશના વડા સાથે 'વન ટુ વન' મિટિંગ નથી કરતા. તેમનો આ સમયગાળો ખૂબ જ વ્યસ્ત હોય છે. આમ છતાં બરાક ઓબામા મોદી સાથે જોડાયા હતા. આ અણધારી મુલાકાત એ વાતની દ્યોતક હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તથા તેમનું વહીવટીતંત્ર ભારત-અમેરિકા સંબંધોને મહત્વ આપે છે અને તેઓ 'એકસ્ટ્રા માઈલ' ચાલવા તૈયાર છે.
ત્યારે મોદી પણ ઓબામાની ભારત યાત્રા દરમિયાન ઓબામાની સાથે જોડાઈ શકે છે અને એ વાતનો સંદેશ આપી શકે છે કે અમેરિકાની જેમ જ ભારત પણ તેને મહત્વપૂર્ણ મિત્ર ગણે છે. આ અંગે વિદેશ મંત્રાલય તથા દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રો ઔપચારિક રીતે કશું કહેવા તૈયાર નથી.