તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યસભામાં વિપક્ષ આક્રમક, 'મોદી તેરી હિટલરશાહી નહીં ચલેગી'ના નારા લાગ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : બુધવારે સંસદની કાર્યવાહી પહેલા વિપક્ષે બેઠક કરી હતી અને તેમાં નગરોટા હુમલા અંગે ચર્ચાની માગ કરવામાં આવી હતી. સામે પક્ષે સરકાર દ્વારા નોટબંધી અને નગરોટા આતંકવાદી હુમલા મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દાખવવામાં આવી છે. બંને ગૃહોમાં વિપક્ષે આક્રમક વલણ અખત્યાર કર્યું હતું. ઉપલાગૃહમાં 'મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી' તથા 'મોદી તેરી હિટલરશાહી નહીં ચલેગી' જેવા નારા લાગ્યા હતા. ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહો વારંવાર મોકૂફ રહ્યા બાદ ગુરૂવાર સવાર સુધી મોકૂફ કરી દેવાયા હતા.
'મોદી તેરી હિટલરશાહી નહીં ચલેગી'
- રાજ્યસભામાં દિવસ દરમિયાન નગરોટા હુમલા અને નોટબંધી મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
- ઉપલાગૃહમાં 'મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી' તથા 'મોદી તેરી હિટલરશાહી નહીં ચલેગી' જેવા નારા લાગ્યા હતા.
- જેડીયુના શરદ યાદવે નોટબંધી મુદ્દે ટીકા કરતાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું, "પહેલા તમારી પાર્ટી આંતરિક ચર્ચા કરી લે અને નક્કી કરે કે તમે નોટબંધીના સમર્થનમાં છો કે વિરોધમાં?"
- એનડીએના સાંસદોએ આ વાતને ટાપલી થપથપાવીને આવકારી હતી. ઉલ્લેખનીય છે કે, જેડીયુના અધ્યક્ષ નીતીશ કુમાર અનેક વખત નોટબંધીના સમર્થનમાં જાહેરમાં નિવેદનો કરી ચૂક્યા છે.
- ભારે હોબાળો ચાલુ રહેતા ગૃહની કાર્યવાહી બપોરે બાર વાગ્યા, બે વાગ્યા અને પછી હોબાળા વચ્ચે ગુરૂવાર સુધી મોકૂફ કરી દેવાયું હતું.
- ગુલામ નબિ આઝાદના કહેવા પ્રમાણે, નગરોટામાં આટલો મોટો આતંકવાદી હુમલો થયો છે, ત્યારે સંરક્ષણપ્રધાને ગૃહમાં આવીને નિવેદન આપવું જોઈએ.
- ઉલ્લેખનીય છે કે બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસ પર સંરક્ષણપ્રધાન મનોહર પારિકર બુધવારે ઢાકા પહોંચ્યા.
- બાંગ્લાદેશની મુલાકાત લેનાર પારિકર પ્રથમ સંરક્ષણપ્રધાન છે.
લોકસભામાં નગરોટા મામલે હોબાળો
- લોકસભામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં ન આવી. જેના વિરોધમાં લોકસભામાંથી કોંગ્રેસ સહિતના વિપક્ષે વોકાઉટ કર્યું હતું.
- વેંકૈયા નાયડુના કહેવા પ્રમાણે, "સ્પીકરે જણાવ્યું હતું કે, હાલમાં નગરોટમાં કોમ્બિંગ ઓપરેશન્સ ચાલુ છે. ત્યારે શ્રદ્ધાંજલિ આપવી અયોગ્ય કહેવાશે. કાર્યવાહી પૂર્ણ થયે અંજલિ આપવામાં આવશે. વિપક્ષનો હોબાળો અયોગ્ય છે. "
- વારંવારના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી ગુરૂવાર સુધી મોકૂફ કરી દેવામા આવી હતી.
વિપક્ષે નાગરોટાનો મામલો ઉઠાવ્યો

- બુધવારે સવારે રાજ્યસભા તથા લોકસભાની કાર્યવાહી શરૂ થઈ તે પહેલા વિપક્ષના નેતાઓએ બેઠક કરી હતી.
- જેમાં કોંગ્રેસના અહેમદ પટેલ, ગુલામ નબિ આઝાદ, ગુરૂદાસ કામત, ટીએમસીના ડેરિક ઓબરેયન સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
- આ બેઠકમાં નગરોટામાં આતંકવાદી હુમલો, આઈટી એક્ટમાં થયેલા સુ ધારા તથા નોટબંધીનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો.
- આઈટી એક્ટમાં સુધાર અંગે રજૂઆત કરવા માટે વિપક્ષે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસે સમય માંગ્યો છે.
- સામે પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાપ્રધાન અરૂણ જેટલી, કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન વેંકૈયા નાયડુ તથા અનંત કુમાર સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી.
- આ નેતાઓએ ગૃહમાં કેવી વ્યૂહરચના અપનાવવી, તેની ઉપર ચર્ચા કરી હતી.
રાજકીય પ્રતિક્રિયા તથા આરોપ-પ્રતિઆરોપ અંગે વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...