તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Impressed By Modi's Commitment To Fighting Poverty:Bill Gates

મોદીની ગરીબી સામેની લડવાની પ્રતિબદ્ધતાથી બીલ ગેટ્સ થયા પ્રભાવિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીરઃ વડાપ્રધાન મોદી સાથે વાત કરતા બીલ ગેટ્સ)
ન્યુયોર્કઃસ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો કરવો અને ખુલ્લામાં મળત્યાગના અંત લાવવા પર નરેન્દ્ર મોદીએ જે ભાર મુક્યો છે તેણે માઇક્રોસોફ્ટના સહ સ્થાપક બીલ ગેટ્સને પ્રભાવિત કર્યા છે, જેમણે કહ્યું છે કે વિશેષાધિકારથી વંચિત એવા લોકોને આ પ્રકારની સેવા પૂરી પાડવાની ભારતની પહેલ પ્રેરણા આપે છે.
ટોઇલેટની વાત કરતા ભારતને મોદીએ આગળ ધર્યું છે...આ એવો મુદ્દો નથી જેની દરેક રાજકારણીઓ વાત કરે છે...પરંતુ હું માનું છું કે તેઓ ઓફિસમાં થોડો સમય જ બેસતા હશે, વડાપ્રધાન મોદીએ ટોઇલેટની જરૂરિયાતર અંગે સતર્કતામાં વધારો કરવા માટે ઘણું બધુ કર્યું છે, આવું દેશ આઝાદ થયો ત્યારથી કોઇ નેતાએ કર્યું નથી એમ ગેટ્સે ‘નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત’ નામના તેમના બ્લોગમાં લખ્યું છે.
તેમણે તેમના બ્લોગમાં મોદી સાથેની મુલાકાત અંગે વધુમાં લખ્યું હતું કે પાછલા મહિને જ્યારે તેઓ અને તેમની પત્ની મેલિન્ડા નવી દિલ્હીમાં હતા, ત્યારે મોદીએ ટોઇલેટ્સ, રસીઓ, બેન્ક ખાતાઓ અને આરોગ્ય ક્લિનીક્સ પર તેમની એક કલાકથી વધુ ચાલેલી બેઠકમાં ભાર મુક્યો હતો.
ગેટ્સ જણાવે છે કે ગરીબી સામે લડવાની તેમની પ્રતિબદ્ધતા અને ભારતમાં ગરીબોના આરોગ્યમાં સુધારો કરવાથી અમે પ્રભાવિત થયા હતા." ફક્ત ભારત માટે જ નહી, પરંતુ જે લોકો ગરીબમાં ગરીબ લોકોને તંદુરસ્ત અને પરિણામલક્ષી જીવન જીવવાની તક આપવા માટેની સંભાળ લે છે તે તમામને માટે આ એક ઉત્કૃષ્ટ સમય છે. આ વિસ્તારો –આરોગ્યથી લઇને નાણાંકીય સેવાઓ સુધીના- પર મોટા ભાગનું ધ્યાન અને નવીનકરણ હાથ ધરાતું હોવાથી તેની અસર ઉપજાવવા માટે આપણી પાસે સુંદર તક છે. આ પ્રકારના પ્રયત્નોની પહેલ તરફ આગળ વધી રહેલા ભારતને જોવું એક પ્રેરણા છે એમ તેમણે જણાવ્યું હતું.
ગેટ્સે જણાવ્યું હતું કે મોદીએ એ સ્પષ્ટ કર્યું હતું કે દેશભરમાં સેનીટેશન સેવાઓના વિસ્તાર અને સુધારો કરવામાં ધીમી ગતિથી વ્યાકુળ છે. મોદીએ કે 2019 સુધીમાં ખુલ્લામાં મળત્યાગનો અંત લાવવા માગે છે તેમણે અબજોપતિ સાથે પોતાના વિચારોની આપલે કરી હતી જેમાં બસમાં અને 500થી વધુ શહેરોમાં રેલવે સ્ટેશનોમાં ટોઇલેટ ઊભા કરવાનો સમાવેશ થાય છે.
વાંચો આગળ ખુલ્લામાં મળત્યાગ વિશે મોદી તદ્દન આખાબોલા રહ્યાઃ બીલ ગેટ્સ