• Gujarati News
  • Modi Government's First Day: Narendra Modi Nawaz Sharif Meeting

નવાઝ શરીફ જામા મસ્જિદ માટે રવાના, મોદી અને અટલને પણ મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ આજ પોતાના દિવસની શરૂઆત જામા મસ્જિદ જઈને કરશે. જામા મસ્જિદ માટે તે સવારે 9 વાગ્યા આસપાસ રવાના થઈ ગયા. ત્યારબાદ તે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શરીફે ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયી સાથે મુલાકાતની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. મનાઈ રહ્યુ છે કે તે વાજપેયીને મળવા તેના નિવાસ સ્થાને જશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના પાકિસ્તાની સમકક્ષ શરીફ વચ્ચે મુલાકાતનો એજન્ડા શું હશે, તે હજુ જાણી શકાયુ નથી. જો કે સોમવાર રાત્રે મોદીએ વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન બન્ને વડાપ્રધાન વચ્ચે મુલાકાત માટે અડધો કલાકનો સમય નક્કી થયો હતો.
 
જો કે એવા સંકેતો મળી રહ્યા છે કે મોદી અને શરીફ સંપૂર્ણ વાર્તા શરૂ કરવાના બિંદુઓ પર વિચાર કરી શકે છે. દ્વિપક્ષીય વેપારને વિસ્તાર પર પણ વિચાર થઈ શકે છે. કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર જો પાકિસ્તાને ભારતીય જેલોમાં બંધ પોતાના નાગરિકોનો મુદ્દો ઉઠાવ્યો તો ભારત સીમા પાર આતંકવાદ અને સંઘર્ષ વિરામ ઉલ્લંઘનનો મામલો ઉઠાવી શકે છે. એવા પણ સંકેત મળી રહ્યા છે કે શરીફ મોદીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપી શકે છે.
 
અમે પાકિસ્તાનથી ખૂબ શુભકામનાઓ લઈને આવ્યા છીએ. બન્ને તરફથી મજબૂત લોકશાહી સરકારો છે. આપણે એકબીજા વિશે ગેરમાન્યતાઓ દુર કરી નવો અધ્યાય શરૂ કરવા અને આગળ વધવાની જરૂર છે.-નવાઝ શરીફ
 
ફોટોઃહોટેલથી જામા મસ્જિદ માટે રવાના થઈ રહેલા નવાઝ શરીફ 
આગળની સ્લાઈડમાં વાંચો શાહી ઈમામ બુખારીએ શું કહ્યુ