તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી સરકાર‘સરમુખત્યાર’ જેવું વલણ કરે છે : કેજરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એક વખત પીએમમોદી અને તેમની સરકાર ઉપર વરસી પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું વલણ સરમુખત્યાર જેવું છે. મોદી ને ભાજપ પ્રમુખ અમિત શાહનું નામ લીધા વિના જણાવ્યું કે ભાજપના ટોચના નેતા જેટલું કહે અને જેટલું કરે તેટલું જ થાય છે. અન્ય કોઈની વાત સાંભળવામાં આવતી નથી.
નવજોત સિદ્ધુના રાજીનામા અંગે કેજરીવાલે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે ભાજપમાં પ્રામાણિક લોકો ટોચના નેતાઓની સરમુખત્યારશાહીને કારણે ગૂંગળામણ અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે શું હું મારી મરજી મુજબનું ખાવાનું ખાઈ શકુંω ભાજપમાં અંતિમ હદની રમુખત્યારશાહી ચાલી રહી છે. તેઓ તમામ બાબતો ઉપર અંકુશ મેળવવા માગે છે. તાજેતરમાં જ ખ્યપ્રધાનના અગ્ર સચિવ રાજેન્દ્રકુમારની ધરપકડ કરવામાં આવી હતી તે બાદ તેમણે તેમને સસ્પેન્ડ કરવા માટેનો ઓર્ડર લખ્યો હતો તો ગૃહ મંત્રાલયે કેજરીવાલને અટકાવ્યા હતા અને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન પોતાની રીતે નિર્ણય લઈને કોઈ અધિકારીને સસ્પેન્ડ ન કરી શકે. સીબીઆઈએ રાજેન્દ્રકુમારની ભ્રષ્ટાચાર અંતર્ગત ધરપકડ કરી છે. નવજોત સિદ્ધુના રાજીનામા અંગે ટિ્વટમાં તેમણે જણાવ્યું હતું કે સિદ્ધુએ ઉપલા ગૃહમાંથી પોતાનું રાજીનામું આપી દીધું તે બદલ હું તેમને સલામ કરું છું.
સિદ્ધુ આપ તરફથી પંજાબના સીએમપદના દાવેદાર તે વાત ખોટી

કેજરીવાલે એક સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે નવજોત સિદ્ધુએ રાજ્યસભામાંથી પોતાનું રાજીનામું આપ્યું તે બદલ હું તેમને બિરદાવું છું પણ તેઓ આપમાંથી ચૂંટણી લડીને પંજાબના મુખ્યપ્રધાનનો ચહેરો બનશે તે અત્યારથી કહી શકાય નહીં. તેમણે ખાલી રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે અને ભાજપમાંથી દરેક પ્રામાણિક માણસે રાજીનામું આપી દેવું જોઇએ.

આંતરરાજ્યોની બેઠકમાં કેટલાક મુખ્યપ્રધાનોને મોબાઇલ લઈ જવાની મનાઈ

કેજરીવાલે એવો પણ આરોપ મૂક્યો હતો કે આંતરરાજ્યોની બેઠકમાં કેટલાક મુખ્યપ્રધાનોને મોબાઇલ ફોન લઈ જવા દેવામાં નહોતા આવ્યા કારણ કે તેમણે મોદી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. વડાપ્રધાન મોદીની સલામતી જોખમાય છે તેવાં બહાનાં હેઠળ તેમને મોબાઇલ નહોતા લઈ જવા દીધા. જ્યારે કેટલાક મુખ્યપ્રધાનોને મોબાઇલ લઈ જવા દેવાની પરવાનગી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો