• Gujarati News
  • Asks Police To Be People Friendly And Alert For Internal Security

આધુનિક અને લોકાભિમુખ બને પોલીસ તંત્ર: મોદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રવિવારે પણ કોન્ફરન્સમાં ઉંઘી રહેલા સીબીઆઈ ડાયરેક્ટર રણજીત સિંહા)
*પોલીસ તંત્રને આધુનિક-લોકાભિમુખ તથા ગુપ્તચર તંત્રને સતર્ક રહેવા કર્યું સૂચન

ગૌહાટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની પૂર્વોત્તર રાજ્યોની યાત્રા પર છે. જ્યાં તેમણે રવિવારે સવારે દેશભરના ડીજીપી તથા આઈજીપીની કોન્ફરન્સને સંબોધીત કરી હતી. જેમાં તેમણે પોલીસ તંત્રને આધુનિક તથા લોકાભિમુખ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. દેશના પોલીસ તંત્ર માટે મોદીએ SMART ફોર્મ્યુલાનું સૂચન પણ કર્યું હતું.
ફરી 'ઉંઘતા ઝડપાયા' રણજીત સિંહા

વિવાદાસ્પદ બનેલા સીબીઆઈ ડાયરેક્ટર રણજીત સિંહા શનિવારે આ કોન્ફરન્સમાં હાજર રહ્યાં ત્યારે તેઓ રાજનાથસિંહના ભાષણ વખતે ઉંઘની ઝપકી લઈ રહ્યાં હતા. તેમની એ તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ હતી. ત્યારે રવિવારે પણ આ ઘટનાનું પુનરાવર્તન થયું હતું. વડાપ્રધાન મોદી જ્યારે કોન્ફરન્સને સંબોધી રહ્યાં હતા, ત્યારે પણ રણજીત સિંહા ઉંઘી ગયા હતા.
મોદીનું સંબોધન
મોદીએ કહ્યું હતું કે, જો ગુપ્તચર તંત્ર સતર્ક અને સાવચેત હશે તો દેશની સુરક્ષાને મોટો લાભ થઈ શકે છે. હથિયાર કરતા તેને ચલાવનારાના કૌવત અને કુશળતા પર આધાર રહેતો હોય છે. આઝાદીથી અત્યાર સુધીમાં લગભગ 33 હજારથી વધુ પોલીસ જવાનોએ દેશને માટે કુર્બાની આપી છે. તેમની કુર્બાની લોકો સુધી પહોંચે અને લોકો તેને જાણે તે જરૂરી છે. મોદીએ ફિલ્મ જગત સાથે વાત કરીને આવી અમુક ઘટનાઓને લોકો સુધી પહોંચાડવા પણ કહ્યું હતું. પોલીસ તંત્રની પોઝિટીવ ઘટનાઓ તથા માહિતીઓને પણ વેબસાઈટ પર મુકવા પણ સૂચન કર્યું હતું.

મોદીએ પોલીસ દળને આધુનિક તથા લોકાભિમુખ બનાવવા, દેશના દરેક પોલીસ સ્ટેશનની એક વેબસાઈટ બનાવવા, તથા પોલીસ તંત્રમાં શહીદ થયેલા લોકોની ઈ-બુક બનાવવા તમામ નાગરિકોને સૂચન કર્યું હતું. પોલીસ તંત્રની સેંકડો સારી ચીજો લોકો સુધી નથી પહોંચતી.
પોલીસ માટે મોદીની SMART ફોર્મ્યુલા

વડાપ્રધાન મોદીએ ડીજીપીની કોન્ફરન્સને સંબોધતી વખતે સ્માર્ટ ફોર્મ્યુલા આપી હતી. જે મુજબ S એટલે સેન્સેટિવ અને સ્ટ્રિક્ટ (સંવેદનશીલ તથા કડક), M એટલે મોર્ડન અને મોબાઈલ (આધુનિક અને ગતિશીલ) A એટલે એલર્ટ અને એકાઉન્ટેબલ (સતર્ક તથા જવાબદાર), R એટલે રિસ્પોન્સિવ અને રિલાયેબલ (પ્રતિભાવક તથા ભરોસાપાત્ર), T એટલે ટેક્નોસેવી તથા ટ્રેઈન્ડ (ટેક્નોલોજીના જાણકાર તથા તાલિમબદ્ધ.)
ઈસ્લામિક સ્ટેટ તથા અલ-કાયદાની ધમકી ગંભીર : ઈબ્રાહિમ
દેશની ગુપ્તચર સંસ્થા આઈબીના વડા આસિફ ઈબ્રાહિમે કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, આજે ભારત સામે ઈસ્લામિક સ્ટેટ તથા અલકાયદા ગંભીર પડકાર બનીને ઊભા થયા છે.
શનિવારે પણ કોન્ફરન્સમા્ં ઉંઘી રહેલા રણજીત સિંહા, મોદીના પૂર્વોત્તરના પ્રવાસ તથા કાર્યક્રમની અન્ય તસવીરો માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.