તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલ કિલ્લા પરથી પ્રથમ વખત કોઈ PMએ POKની કરી વાત, બલુચનો માન્યો આભાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: લાલ કિલ્લા પરથી દેશને ત્રીજી વખત સંબોધિત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ વખત સ્વતંત્રતા દિવસે પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમની સ્પીચ દરમિયાન તેમણે કહ્યું કે, પેશાવરમાં બાળકોની સ્કૂલપર થતા હુમલામાં આસું વહાવીએ છીએ અને ત્યાં આતંકવાદીઓને સન્માન આપવામાં આવે છે. એક જ સપ્તાહની અંદર વડાપ્રધાને બીજી વાર અને પીઓકે અને બલુચિસ્તાનનો ઉલ્લેખ કર્યો છે.
મોદીએ કહ્યું- દુનિયા જોઈ લે અમે પેશાવર હુમલા પર આંસુ વહાવીએ છીએ અને તેઓ આતંકીઓને સન્માન આપે છે
- મોદીએ 70માં સ્વતંત્રતા દિવસે તેમની સ્પીચમાં કહ્યું હતું કે, હું વિશ્વને કહેવા માગુ છું કે તેઓ જ જાતે જોખી લે કે પેશાવરમાં આતંકવાદી નિર્દોષ બાળકોની હત્યા કરી દે છે. પેશાવરની ઘટના છે. આતંકવાદી ઘટના છે. સ્કૂલને લોહિયાળ કરી દેવામાં આવી છે. ત્યારે ભારતનું સંસદ રહે છે. ભારતની સ્કૂલના દરેક બાળક પેશાવરના બાળકોના મૃત્યુનું દુખ વ્યક્ત કરે છે. આ અમારી માનવતા છે અને તે દેશમાં આતંકવાદીઓને સન્માન આપવામાં આવે છે. જ્યારે નિર્દોષ લોકોને મારવામાં આવે છે ત્યારે ત્યાં ઉજવણી કરવામાં આવે છે.
- પહાડોમાં આતંકવાદના નામે ખભા પર બંદૂક રાખીને નિર્દોષ લોકોને મારવામાં આવે છે. હું તે યુવાનોને કહેવા માગુ છું કે દેશ હિંસાને સહન નહી કરે. આ દેશ આતંકવાદને સહન નહીં કરે. આ દેશ કદી માઓવાદ કે આતંકવાદ સામે નહીં ઝૂકે. હું તે યુવાનોને કહેવા માગુ છું કે, હજુ પણ સમય છે. તમારા માતા-પિતા પાસે પરત ફરો. તેમની આંખોમાં તમારા માટે કેટલા સપના છે તે જુઓ. હિંસાથી કોઈનું ભલુ નહીં થાય.
બલૂચિસ્તાન અને પીઓકેના લોકોનો આભાર

- છેલ્લા કેટલાક દિવસમાં બલુચિસ્તાન, ગિલગિત, પાકના કબ્જાવાળા લોકોએ જે રીતે મારો આભાર માન્યો થે, મારા પ્રતિ સદ્ધભાવના વ્યક્ત કરી છે. જે ધરતીને મે કદી જોઈ નથી. જ્યાંના લોકો સાથે કદી મુલાકાત નથી કરી તેમ છતા તેઓ વડાપ્રધાનનો આદર કરે છે. આ મારા સવા સો કરોડ દેશવાસીઓનું સન્માન છે. ગિલગિત, બલૂચિસ્તાન અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના લોકોનો હું આભાર માનુ છું.
બલુચિસ્તાન અને પીઓકેના લોકોનો ઉલ્લેખ કેમ

- કાશ્મીર હિંસા પર ઓલ પાર્ટી મીટ દરમિયાન પીએમએ પહેલી વાર પીઓકેનો ઉલ્લેખ કર્યો હતો.
- તેમણે કહ્યું હતું કે, કાશ્મીર તો ભારતનું અંગ છે, પીઓકે પણ અમારુ છું.
- ત્યારપછી બલુચિસ્તાન અને પીઓકેના ઘણાં લોકો, સમાજસેવકોએ મોદીના વખાણ કર્યા છે.
પાકિસ્તાને આઝાદીની ઉજવણીમાં કાશ્મીરના નામે ઉશકેર્યા હતા
- એક દિવસ પહેલાં આઝાદીની ઉજવણી કરનાર પાકિસ્તાને ભારતને કાશ્મીર મુદ્દા પર ઉશકેર્યા હતા.
- ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશ્નરે રવિવારે કહ્યું હતું કે, આ વખતે અમે અમારી આઝાદીની ઉજવણી કાશ્મીરના લોકોના નામે કરીએ છીએ.
- પાક. પ્રેસિડન્ટે ઈસ્લામાબાદમાં તેમની સ્પીચમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે.
પીએમ મોદીની સ્પીચ પછી બલોચ રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ શું કહ્યું
- હું મોદીનો આભાર માનુ છું કે તેમણે બલુચિસ્તાનનો ઈશ્યૂ ઈન્ટરનેશનલ લેવલ પર ઉઠાવ્યો છે. અલ્લાહને પ્રાર્થના કરુ છું તે ભારત અને બલુચિસ્તાન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે કરીએ. અશરફ શેરજાન, બલોચ રિપબ્લિકન પાર્ટી
- હું ઈચ્છું છું કે અમિતાભ અને શાહરૂખ ખાન બલુચિસ્તાન વિશે ફિલ્મ બનાવે. બ્રહુમદાઘ ભુગતી, બલોચ રિપબ્લિકન પાર્ટી ચીફ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો