તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GSTનો અભ્યાસ કરીને જનતાને સમજાવો, BJP સાંસદોને મોદીનો નિર્દેશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી : મંગળવારે સવારે વડાપ્રધાન મોદીએ ભાજપના સાંસદોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે સાંસદોને કર પ્રણાલિ ક્ષેત્રે ક્રાંતિકારી મનાતા GSTનો અભ્યાસ કરીને જનતાને પણ તેના લાભો સમજાવવા આહ્વાન કર્યું હતું. તેમણે સાંસદોને ગૃહમાં હાજર રહેવા સૂચના આપી હતી. 
 
ભાજપના સાંસદોને કર્યું સંબોધન 

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગૃહની કાર્યવાહી ચાલુ થઈ તે પહેલા પાર્ટીના સાંસદોને સંબોધિત કર્યા હતા. 
- જેમાં મોદીએ સાંસદોને આહ્વાન કર્યું હતું કે, GST (ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ) એ સરકારની મોટી સિદ્ધિ છે.
- મોદીએ સાંસદોને આહ્વાન કર્યું હતું કે, તેઓ GSTના લાભો જનતા સુધી પહોંચાડે. 
- સરકારની ત્રણ વર્ષની મહત્વપૂર્ણ સિદ્ધિઓ અંગે મોદીએ સાંસદોને વાકેફ કર્યા હતા. 
- ઉપરાંત આગામી દિવસોમાં સરકારની વ્યૂહરચના તથા રોડમેપ અંગે વાકેફ કર્યા હતા.
- તા. છ એપ્રિલના પાર્ટીના સ્થાપના દિવસે અલગ-અલગ કાર્યક્રમો આયોજીત કરવા સૂચન કર્યું હતું. જેમાં પાર્ટીના કાર્યકરો સાથે બેસીને ભોજન કરવાનું સૂચન મુખ્ય હતું. 
 
ગૃહની કાર્યવાહીમાં હાજર રહેવા સૂચના 

- ગૃહની કાર્યવાહી દરમિયાન હાજર રહેવા પણ મોદીએ સાંસદોને નિર્દેશ આપ્યો હતો.  
- મોદીએ કહ્યું હતું કે, ઘણી વખત કોરમ નહીં થવાને કારણે ગૃહની કાર્યવાહી નથી થઈ શકતી.
- મોદીએ કહ્યું હતું, "તમારા માટે ચૂંટણીઓ જીતી શકું, પરંતુ તમારા વતી હાજરી ન ભરી શકું." 
- ઉલ્લેખનીય છે કે, પાર્ટી ત્રણ વર્ષની ઉજવણી મોટાપાયે કરવા માંગે છે. પ્રધાનોને જનતાની વચ્ચે જઈને સરકારની સિદ્ધિઓ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. 
 
"શાંતિથી બેસીશ નહીં, બેસવા નહીં દઉં"
 
- જાણકારોના કહેવા પ્રમાણે, યુપી ચૂંટણીમાં વિજય બાદ મોદીનું ફોકસ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓ પર છે. 
- યુપી ચૂંટણીઓમાં વિજય પછી સાંસદોને સંબોધિત કર્યા, ત્યારે મોદીએ કહ્યું હતું, "હું શાંતિથી બેસીશ નહીં અને તમને પણ ઝંપીને બેસવા નહીં દઉં."
- એવું માનવામાં આવે છે કે, આગામી સમયમાં સાંસદોને અલગ-અલગ જવાબદારીઓ અને કામગીરીઓ સોંપીને 'એક્ટિવેટ' કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો