કેબિનેટની બેઠકમાં મોદીએ ખખડાવી નાખ્યા યુવા પ્રધાનને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મોદીની કેબિનેટ બેઠકની ફાઈલ તસવીર)

*પત્રકારોને તેમના મંત્રાલયે આપી હતી ભેટ
*માનવામાં આવે છે મોદીની નજીક
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારોને ભેટ આપનારા એક પ્રધાનને કેબિનેટની મિટિંગ દરમિયાન ખખડાવ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી.

બેઠક દરમિયાન પ્રધાને તેમનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. છતાં મોદીએ કેબિનેટની બેઠકની વચ્ચે આ મુદ્દો ઉખેડ્યો હતો અને તેમને ખખડાવ્યા હતા અને ભવિષ્યમાં આવું ન કરવા ચેતવ્યા હતા. બેઠકમાં હાજર રહેલા પ્રધાનો આ અંગે આશ્ચર્ય પામી ગયા હતા અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ બાબત ખાનગીમાં પણ ચર્ચાઈ શકી હોત, એવું કેટલાકનું માનવું હતું. જો કે, જાણકારોના કહેવા પ્રમાણે, મોદી બધાયને એકસાથે સલાહ આપવા માંગતા હતા એટલે જાહેરમાં જ આ મુદ્દો ઉખેડ્યો હતો.

શું છે મામલો ?

100 દિવસમાં સરકારે શું કર્યું, તેનો હિસાબ આપવા માટે પ્રધાને એક પત્રકાર પરિષદ બોલાવી હતી. બાદમાં તેમણે સોલાર લેમ્પસ આપ્યા હતા. જેની કિંમત રૂ. 3200 જેટલી હોવાનું કહેવાય છે. ગત સરકારોમાં આ પરંપરા સામાન્ય હતી. પરંતુ મોદીને આ પ્રકારની ભેટ પ્રથામાં વિશ્વાસ નથી એટલે તેમણે આ યુવા પ્રધાનને ખખડાવ્યા હતા. આ પ્રધાનને મોદીની એકદમ નજીક માનવામાં આવે છે. કારણ કે નીતિવિષયક બાબતોમાં તેમની નિપુણતા છે.
કોણ છે આ પ્રધાન, શું થઈ રહી છે ચર્ચા. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.