• Gujarati News
  • Modi Among 5 To 6 BJP Candidates Who Can Make Good PM :Maneka

નરેન્દ્ર મોદી બની શકે છે દેશના શ્રેષ્ઠ PM: મેનકા ગાંધી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપના સાંસદ મેનકા ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દેશના શ્રેષ્ઠ વડાપ્રધાન બની શકે છે. ભાજપમાં પાંચથી છ એવા નેતાઓ છે જે વડાપ્રધાન પદ માટે સારા વિકલ્પ હોઈ શકે છે. મોદી તેમાના એક છે. મેનકા ગાંધીએ આજે રાંચીમાં જણાવ્યું કે વડાપ્રધાન પદ માટે તેઓ પાર્ટીના નિર્ણય સાથે રહેશે.

દરમિયાન રાંચીમાં મેનકા ગાંધીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દેશભરમાં ગાયોની તસ્કરી થઈ રહી છે. દરરોજ લાખો ગાયોને કાપવામાં આવે છે, લાખોની સંખ્યામાં તસ્કરી થાય છે જેમાં તમામ ધર્મના લોકો સામેલ છે. સરકાર એકતરફ દેશમાં કરોડોની સંખ્યામાં ગાય હોવાનું જણાવીને અલગ રાગ આલાપે છે, જ્યારે હહિકત એ છે કે આગામી પાંચ વર્ષમાં ગાય દુર્લભ બની જશે. સર્વે કરાવવામાં આવે તો ખબર પડે કે ગાયોની સંખ્યા કેટલી ઝડપથી ઘટી રહી છે.

દેશમાં કડક કાયદો હોવા છતાં તેનું પાલન કરાવનારાઓની સહમતિથી ગાયોની તસ્કરી થાય છે. આવા કામ બંધ કરાવવાનો રસ્તો સરળ છે. દેશમાં તમામ કતલખાના જ્યાં આવા કામ થાય છે તેને બંધ કરવાવા જોઈએ અને તેમના માલિકોને જેલમાં ધકેલી દેવા જોઈએ. પરંતુ સરકાર કતલખાતાને સો ટકા સબસિડી આપે છે અને ગૌશાળાને એક ટકો પણ નથી આપતી.