દેશમાં ગઠબંન, ભ્રષ્ટબંધન અને લઠબંધનની બોલબાલા: મોદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દેશમાં ગઠબંધન, ભ્રષ્ટબંધન અને લઠબંધનની બોલબાલા: મોદીને લાગી મુસલમાનોની માયા
- PMના સ્વપ્નથી નીતિશની ઊંઘ હરામ : મોદી
- બિહારના પૂર્ણિયામાં હુંકાર રેલીને સંબોધી, ગુજરાતે પૂર રાહત માટે કરેલી મદદ પરત કરવા સામે પ્રશ્ન કર્યો
- નીતિશનો ઘમંડ એવરેસ્ટથી પણ ઊંચો
- બિહારને વિશેષ દરજ્જો આપવા વચન


ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયા ખાતેની રેલીમાં બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારને બરાબર આડે હાથે લીધા. મોદીએ તેમનું નામ લીધા વગર કહ્યું, બિહારની જદયુ સરકારે ભાજપ સાથે જોડાણ તોડયું, તેના કારણો પર મેં ઘણો વિચાર કર્યો. કોઈકે કહ્યું, પીઠમાં છરો ભોંકવો તેમની આદત છે. ચાર દિવસ પહેલાં કારણની જાણ થઈ. વડાપ્રધાન બનવાનું સ્વપ્ન તેમને(નીતિશને) ઊંઘવા નથી દેતું. તેમનો ઘમંડ તો માઉન્ટ એવરેસ્ટથી પણ ઊંચો છે.

તાજેતરમાં જ નીતિશે પોતાની જાતને વડાપ્રધાન પદ માટે સૌથી કાબેલ ગણાવી હતી. મોદીએ બિહારના પટણા અને મુઝફ્ફરપુર બાદ આ ત્રીજી હુંકાર રેલી કરી. તેમણે વચન આપ્યું કે એનડીએની સરકાર બની તો બિહારને વિશેષ દરજ્જો આપવામાં આવશે. જો કે સાથે સાથે ટોણો પણ માર્યો કે પૂરની આપત્તિ વખતે બિહાર સરકારે ગુજરાતની ઓફર ફગાવી દીધી હતી.

હવે આવા ઘમંડી નેતાએ જાહેર કરવું પડશે કે જ્યારે દિલ્હીમાં એનડીએની સરકાર બનશે અને બિહાર માટે યોજના બનાવશે તો ત્યારે આ નેતા એમ કહેશે કે આતો મોદીની યોજના છે, તેને અમે લાગુ નહીં પાડીએ. તેઓ બિહારના નાગરિકોનો અધિકાર નકારી શકશે નહીં.ગુજરાતની મદદ ફગાવી જે પાપ તેમણે કયુંર઼્ હતું તેના બદલ તેઓ માફી માગે.

આગળ વાંચો, સેક્યુલરિઝમ પર બોલ્યા મોદી, બિહાર અને ગુજરાતના મુસલમાનો વચ્ચે સરખામણી,કોંગ્રેસ અને નીતિશ પર પ્રહાર કરતા મોદીએ શું કહ્યું..., ગઠબંધન મુદ્દે મોદનું શું માનવું છે... વળી, ત્રીજા મોરચા પર મોદીએ કેવાક વાર કર્યા...