તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી: સાંસદોનું વેતન ‌50,000થી વધીને એક લાખ થઈ જશ, PMની ‘હા’ની રાહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: દેશના લગભગ પોણા આઠસો સાંસદોના વેતનમાં બમણી વૃદ્ધિ થઇ શકે છે. માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘હા’ની રાહ જોવાય છે. જો આમ થયું તો સાંસદોનું મૂળ વેતન માસિક 50 હજાર રૂપિયાથી વધીને સીધો એક લાખ રૂપિયા થઇ જશે. આ ઉપરાંત અન્ય ભથ્થાંમાં પણ માસિક 90 હજાર રૂપિયા સુધીના વધારાનો પ્રસ્તાવ છે. સાંસદોના નવા વેતન અને ભથ્થાંની ભલામણ પહેલાં સાંસદોની એક સમિતિએ કરી હતી. હવે મંત્રીઓનું એક જૂથ પણ તેને મંજૂરી આપીને કેબિનેટને પ્રસ્તાવ સોંપી ચૂક્યું છે.
મોદીની મંજૂરી મળી જાય તો આ પ્રસ્તાવ હાલમાં ચાલી રહેલા સંસદના ચોમાસુ સત્રમાં જ પસાર થઇ શકે છે. વેતનમાં વધારો પહેલી એપ્રિલની પાછલી અસરથી લાગુ ગણાશે. સાંસદોના ઓફિસ સ્ટાફ માટે પણ આવો જ પ્રસ્તાવ છે.સાંસદોના વેતનમાં છેલ્લે 6 વર્ષ અગાઉ વધારો થયો હતો. સાંસદોનું મૂળ વેતન એક લાખ રૂપિયા તથા અન્ય માસિક ભથ્થાં વધારીને 90 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. ફર્નિચર ભથ્થું પણ વાર્ષિક દોઢ લાખ રૂપિયા કરાશે. લોકસભા ક્ષેત્ર સ્થિત ઘરે બ્રૉડબેન્ડ કનેક્શન માટે માસિક 1,700 રૂપિયા અલગથી અપાશે. પૂર્વ સાંસદોનું પેન્શન 20 હજાર રૂપિયાથી વધારીને 35 હજાર રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ છે. મંજૂરી મળવાની સ્થિતિમાં સ્ટાફના વેતન, ભથ્થાં સહિત પ્રત્યેક સાંસદ માસિક 1.90 લાખના બદલે 2.80 લાખ રૂપિયામાં પડશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો