મોદી માટે બિહારના ધારાસભ્યે નીતીશની ઝાટકણી કાઢી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-મોદી પીએમ પદ માટે મજબુત દાવેદાર -ભાજપની પૂંછડી પકડીને નીતીશ બે વખત CM બન્યા

ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય અને બિહારના વરિષ્ઠ ધારાસભ્ય રામેશ્વર પ્રસાદ ચોરસિયાનું કહેવું છે કે, મુખ્યપ્રધાન નીતીશકુમાર પર બિન-સાંપ્રદાયિક્તાનું ભૂત સવાર છે. આ કારણસર તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યાં છે. જનતા મોદીને વડાપ્રધાન પદ માટે સર્વયોગ્ય ઉમેદવાર માને છે.

ચોરસિયાના કહેવા પ્રમાણે, નીતીશ એ ભૂલી જાય છે કે, છેલ્લા સાત વર્ષથી ગુજરાતમાં એક પણ હુલ્લડ નથી થયું. ચોરસિયા બિહાર વિધાનસભાની સબ લિગલ સેલના અધ્યક્ષ છે. હાલમાં આ સમિતિ અભ્યાસાર્થે મધ્યપ્રદેશ આવી છે.

ચોરસિયાએ ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું હતુંકે, નીતીશ એકલા ચૂંટણી લડ્યા હતા, ત્યારે ચૂંટણી હારી ગયા હતા. ભાજપની પૂંછડી પકડીને તેઓ બે વખત મુખ્યપ્રધાન બન્યા છે. નીતીશ તથા અન્ય વિરોધીઓએ સમજવું રહ્યું કે, જનતાએ મોદીને વડાપ્રધાન પદ માટે દાવેદાર બન્યા છે.


Related Articles:

બિહારને સ્પેશ્યલ સ્ટેટ્સ આપનારી પાર્ટીને ટેકો આપશે નીતીશ
જામશે મોદી અને નીતીશ વચ્ચે સંગ્રામ, ગુજરાત બનશે રણમેદાન
નીતીશ કુમાર 'પીએમપદ માટેનું મટિરિયલ' છે: સુશીલકુમાર