આ IPSના મોં પર રોમિયોએ છોડ્યો સિગરેટનો ધુમાડો, જાણો પછી શું થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરેલી. યુપીના બરેલી જિલ્લામાં એક લેડી આઈપીએસ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. એન્ટિ રોમિયો સ્કવોડને લીડ કરી રહેલી ટ્રેની આઈપીએસ રવીના ત્યાગી જ્યારે બરેલીમાં કોલેજ બહાર ઉભેલા છોકરાની પૂછપરછ કરવા ગઈ ત્યારે સિગરેટ પી રહેલા છોકરાઓ રૂઆબ દર્શાવવા માટે તેના મોં પર સિગરેટનો ધુમાડો છોડ્યો. જે બાદ યુવક સહિત 4 રોમિયોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યુપીમાં રોમિયોગિરી અટકાવવા એન્ટી રોમિયો સ્કવોડની ટીમ બનાવવામાં આવી છે.
 
જાણો શું થયું
 
- આઈપીએસ રવીના ત્યાગીએ જણાવ્યું કે, હું ટીમ સાથે બરેલી કોલેજમાં છોકરીઓ સાથે વાત કરી રહી હતી. ત્યારે મને કોલેજની બહાર આવેલી સિગેટની દુકાન પર કેટલાક છોકરા ઉભેલા જોવા મળ્યા.
- છોકરા કોલેજ તરફ ઈશારા કરીને વાત કરી રહ્યા હતા. છોકરીઓએ પણ ફરિયાદ કરી હતી કે, દિવસે છોકરાઓ અહીંયા ઉભા રહીને છેડતી કરે છે.
- જે બાદ હું કોલેજથી બહાર નીકળીને આ છોકરાઓની પૂછપરછ કરવા ગઈ. આ દરમિયાન સિગરેટ પી રહેલા એક છોકરાઓ રૂઆબ છાંટવા મારા મોં પર ધુમાડો છોડ્યો.
-  તેની સાથે ઉભેલા અન્ય છોકરા પણ રૂઆબ દર્શાવવા લાગ્યા. જોકે, હું સાદા ડ્રેસમાં હતી તેથી તેઓ મને ઓળખી ન શક્યા.
- જે બાદ 4 રોમિયોને પકડીને પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યા.
 
શહેરમાં અન્ય જગ્યાએ પણ ટીમે છાપો માર્યો
 
- ટીમે અભિયાન અંતર્ગત કિલા પુલ નીચે વિદ્યાર્થીની પર કમેન્ટ કરી રહેલા યુવકને પકડ્યો. પૂછપરછ બાદ આરોપી સામે કેસ દાખલ કરવમાં આવ્યો.
- એમજીએમ ઈન્ટર કોલેજ, કેસર ઈન્ટર કોલેજ, સાંઈ દત્તા રામ ધીંગડા ઈન્ટર કોલેજ, મિશન ઈન્ટર કોલેજ, આઈસીસી ઈન્ટર કોલેજ તથા નેશનલ પબ્લિક સ્કૂલ પાસે અભિયાન ચલાવીને વિદ્યાર્થીનીઓ પર અશ્લીલ કોમેન્ટ કરતાં 6 રોમિયોને પકડવામાં આવ્યા.
- એન્ટી સ્કવોડ પ્રભારી એસઆઈ સુપેન્દ્ર સિંહે જણાવ્યું, અભિયાન આગળ પણ ચાલુ રહેશે. અમારી અપીલ છે કે પેરેન્ટ્સ બાળકોની સ્કૂલ-કોલેજ આગળ કારણ વગર ઉભા ન રહે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, લેડી આઈપીએસે કેવી રીતે ચલાવ્યું અભિયાન
અન્ય સમાચારો પણ છે...